Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

તાપીના સોનગઢ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ગ્રામસેવકે આત્મહત્યા કરતા ચકચાર

સરકારી કવાટર્સમાં ગળેફાંસો ખાઈ ગ્રામ સેવક જનકસિંહ જેઠવાએ જીવન ટૂંકાવ્યું

તાપીના સોનગઢ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ગ્રામસેવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સરકારી કવાટર્સમાં ગળેફાંસો ખાઈ ગ્રામ સેવકે જીવન ટૂંકાવ્યું છે. તાલુકા પંચાયતમાં આઈઆરડી વિભાગમાં ફરજ બજાવતા ગ્રામ સેવકના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.  ગ્રામ સેવક જનકસિંહ જેઠવાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. હાલમાં પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

(12:30 am IST)