Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

1941 થી 1945ના વર્લ્ડ વોરમાં ટક્કર ઝીલનાર જીપ વડોદરાના વિન્ટેજ કાર શો માં :સચિનના નવાબ દ્વારા પ્રદર્શનમાં મુકાઈ

આ કારને સચિનના નવાબ ફૈઝલ ખાન દ્વારા રીસ્ટોર કરવામાં આવી: જીપકારનો ઉપયોગ સેકન્ડ વર્લ્ડ વોરના સમયે વર્ષ 1941 થી 1945 દરમિયાન યુએસ આર્મી દ્વારા કરાયો હતો

વડોદરા : 6 જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી 2023 સુધી બરોડા ખાતે યોજાનાર વિંટેજ કાર શો માં વર્લ્ડ વોરમાં યુએસ આર્મી દ્વારા વાપરવામાં આવેલી અને સુરત સચિનના નવાબ દ્વારા રીસ્ટોર કરાયેલી વિંટેજ કાર પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

   21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 21 ગન સેલ્યુટ કોનકોર્સ ડી'એલીગન્સની 10 મી આવૃત્તિ દરમિયાન છ થી આઠ જાન્યુઆરી સુધી ત્રણ દિવસના મોટરરીંગ એક્સ્ટ્રાવેગેન્ઝા સાથે વિન્ટેજ અને ક્લાસિક દુર્લભ અને ભવ્ય ઓટો મોબાઇલનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.આ હેરિટેજ કાર શોમાં 75 જેટલી કારનો સમાવેશ થયો છે. ત્યારે આ વિન્ટેજ કાર શોમાં વર્ષ 1941 થી 1945 દરમિયાન વર્લ્ડ વોરમાં યુએસ આર્મી દ્વારા વાપરવામાં આવેલી અને સુરતના સચિન ના નવાબ દ્વારા રીસ્ટોર કરાયેલી વિન્ટેજ કાર પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

 

આ કારને સચિનના નવાબ ફૈઝલ ખાન દ્વારા રીસ્ટોર કરવામાં આવી છે.નવાબ ફૈઝલ ખાનના જણાવ્યા મુજબ આ કારની ખાસ વાત એ છે કે આ જીપકારનો ઉપયોગ સેકન્ડ વર્લ્ડ વોરના સમયે વર્ષ 1941 થી 1945 દરમિયાન યુએસ આર્મી દ્વારા કરાયો હતો. તે સમયે આ જીપકાર વિલિસ અને ફોર્ડ બે કંપનીઓ બનાવતી હતી. પાંચ વર્ષ ચાલેલા વર્લ્ડ વોરમાં આવી લાખોકારો બનાવવામાં આવી હતી પરંતુ પાંચ વર્ષ બાદ આ જીપનું મેન્યુફેક્ચર બંધ કરી દેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ કારના શોખીને આકારને ઐતિહાસિક વાહન તરીકે વસાવ્યું હશે. અને અજીપને રીસ્ટોર કરવા માટે સાત વર્ષ જેટલો સમય લાગ્યો છે.

 જીપ કારને રીસ્ટોર કરવા માટે જે સામાન જરૂરિયાત હતી તે યુએસ કંપનીનો હતો અને તેને ત્યાંથી જ ઈમ્પોર્ટ કરવામાં આવ્યો હતો. આકારમાં ત્રણ ગિયર, લેફ્ટ હેન્ડ સ્ટેયરીંગ, સ્પેશિયલ વાયરલેશ સેટ, એન્ટિ એરક્રાફ્ટ ગન, વીંચ સીસ્ટમ , લેથ મશીન સિસ્ટમ, કોમ્બેડ વ્હીલ રીમ્સ-મીટર ગેજ ટ્રેન. 4 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન 57 એચ.પી જનરેટ કરે છે. આ જીપકારમાં માત્ર 6 વોટ્સ બેટરીનો ઉપયોગ થાય છે.. ફોરવ્હીલ એન્જિન અને ફોરવ્હીલ બ્રેક ધરાવતી આ કાર કલાકના 60 માઈલ્સ એટલે 100 કિલોમીટરની ઝડપે ચાલે છે

  ગાડીઓના શોખીનની શ્રેણીમાં આવતા સચિનના નવાબ ફેજલ ખાનના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ બંને જીપ તૈયાર કરવામાં આવી છે. અને સાત વર્ષથી પાંચ વ્યક્તિઓ દ્વારા આ ગાડીને રીસ્ટોર કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

(8:25 pm IST)