Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

સુરત ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૭ ઋષિકુમારો ૭ ગોલ્ડ મેડલ, ૬ રજત અને ૪ બ્રોન્ઝ મેળવી વિજેતા થયા.

રાજ્યની ૪૬ પાઠશાળાઓમાંથી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વિતીય નંબરે વિજેતા

અમદાવાદ તા.૭ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને શાંડિલ્ય વેદ સંસ્કૃત પાઠશાળા બદ્રિનાથ મંદિર, સુરતના યજમાન પદે યોજાયેલ, રાજ્યસ્તરીય શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં સારાયે ગુજરાતની ૪૬ પાઠશાળાઓમાંથી ૬૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધેલો તેમાં એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૩૦ ઋષિકુમાર સ્પર્ઘકોએ ભાગ લીધો હતો.

 તેમાંથી ૧૭ ઋષિકુમારો વિજેતા થતા ૭ ઋષિકુમારોને ગોલ્ડ મેડલ, ૬ ઋષિકુમારોને સિલ્વર મેડલ અને ૪ ઋષિકુમારોએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.

      આ સ્પર્ધામાં ન્યાય શલાકા, વ્યાકરણ શલાકા, સાહિત્ય શલાકા, મીમાંસા શલાકા, વેદાન્ત શલાકા, પુરાણ શલાકા, કાવ્ય શલાકા, ગણિત શલાકા, અર્થ શાસ્ત્ર શલાકા, ન્યાય, વેદાન્ત, જૈન-બૌદ્ધ દર્શન, અર્થશાસ્ર્ત્ર શલાકા વગેરે વિષય રાખેલ. તેમાં સૌથી કઠિન હોય તો તે શલાકા સ્પર્ધા છે. પરીક્ષક જે તે પુસ્તક ખોલી જ્યાંથી શલાકા - સળી મૂકી બોલવાનું કહે ત્યાંથી મૌખિક બોલવાનું હોય છે તેમજ તેના અર્થ સમજાવી પ્રશ્નોનાં ઉત્તર આપવાના હોય છે. આ રીતે ત્રણ પરીક્ષકમાંથી પસાર થવાનું હોય છે.

ગોલ્ડ મેડલ મેળવનારા ઋષિકુમારો

1.જોષી યશ (ન્યાય શાસ્ત્ર). 2.કેવલ ભટ્ટ -----જૈન બૌદ્ધ શાસ્ર્ત્ર 3.શિવમ પંડ્યા ----- ધાતુ રુપ કંઠ

4. હરિકૃષ્ણ ભગત  ------   શાસ્ત્રાર્થ સ્પર્ધા   5.દવે જય  ------મિમાંસા શલાકા 6.વોરા બ્રિજેશ------વેદાન્ત ભાષણ 7.જોષી ધ્રુપલ ---------ભારતીય વિજ્ઞાન ભાષણ

સિલ્વર મેડલ મેળવનાર ઋષિકુમારો

1.તિલક પ્રીત-----વ્યાકરણ શલાકા  2.દવે લખન------વ્યાકરણ સંભાષણ 3.દવે વિવેક --ન્યાય ભાષણ

4.બ્રહ્મવિહારીદાસજી સ્વામી----વેદાન્ત શલાકા        5.મહેતા ઉત્સવ ----આયુર્વેદ ભાષ્ય ભાષણ

6.જોષી હેત -------અર્થ શાસ્ત્ર શલાકા

બ્રોન્ઝ મેડલ મેળવનાર ઋષિકુમારો

1.ધ્ર્રુવ મહેતા ------કાવ્યકંઠ પાઠ 2.જોષી કુલદિપ   ----પુરાણ-ઇતિહાસ કંઠપાઠ 3.સુજન ભગત ---સાંખ્ય યોગ ભાષણ  4.મહેતા કશ્યપ -------.ભારતીય ગણિત શલાકા

      ઉપરોકત ઋષિકુમારોને સર્ટિ. તથા પુરસ્કાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પાઠશાળાના નિરીક્ષક શ્રી તેરઈયા સાહેબ, રાજ્ય અને શાળોઓની કચેરીના કમિશ્નરશ્રી ગાંધીનગર, અને શ્રી જે. જી. અગ્રવાલ બાબા બદ્રિકાશ્રમ  મંદિર ટ્રસ્ટીના હસ્તે આપવામા આવેલ.

    દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયમાં યોજાયેલ સત્કાર સભામાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા યજ્ઞવલ્લભદાસજી સ્વામી તથા રામપ્રિયજીના હસ્તે આશીર્વાદ સાથે વિજેતા ઋષિકુમારોને પ્રોત્સાહિત કરવામાં આવેલ.

ડો. લક્ષ્મીનારાયણજી, પંડ્યા યોગેશભાઇ, ચિંતનભાઇ જોષી અને ભગીરથભાઇ ત્રિવેદીએ ઋષિકુમારોને સહાયક તરીકે મદદ કરી હતી.             

(1:21 pm IST)