Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

IRCTC દ્વારા શિયાળુ સ્‍પેશિયલ એર ટૂર પેકેજનું બુકિંગ શરૂ

 રાજકોટ, તા. ૭ : IRCTC અમદાવાદ ઓફિસ દ્વારા શિયાળુ સ્‍પેશિયલ વિવિધ સ્‍થળોની હવાઇ મુસાફરીની યોજના શરૂ કરી છે. જે જાન્‍યુઆરી-ફેબ્રુઆરી ર૦ર૩ માં અમદાવાદથી રવાના થશે અને તમામ ટૂર પેકેજોમાં હવાઇ મુસાફરો તેમજ રાત્રિ રોકાણ માટે ડિલકસ/૩ સ્‍ટાર હોટલ અને પર્યટન સ્‍થળોએ મુસાફરી કરવા માટે AC/NON AC  ટ્રાન્‍સપોર્ટ સામેલ છે.

જેની વિગત નીચે મુજબ છે :- (બધા પેકેજ LIC માન્‍ય રહેશે નેપાળ સિવાય)

પ્રવાસની વિગતો પ્રવાસના                               ટુરિસ્‍ટ સ્‍થળ         પ્રવાસની તારીખ        ફમ્‍ફર્ટ પેકેજ ટેરિફ

                દિવસો તારીખ         (જીએસટી સહિત) દીઠ

આનંદિત નેપાળ ટૂર        5N/6D                       કાઠમંડુ-પોખરા-કાઠમડુ        ર૧-૦૧-ર૦ર૩ થી      Double Occupancy

                                                                                       ર૬-૦૧-ર૦ર૩       Rs.36400/-

કેરળ             5N/6D  કોચી, મુન્નાર, થેકકડી, કુમારકોમ                    ર૧-૦૧-ર૦ર૩ Double Occupancy

                                                                                       થી ર૬-૦૧-ર૦ર૩     Rs.35500/-

બેંગ્‍લોર, મૈસુર,    6N/7D  બેંગ્‍લોર, મૈસુર-કુર્ગ-ઉટી       ર૧-૦૧-ર૦ર૩ થી   Double Occupancy

ઉટી અને કુર્ગ                                             ર૭-૦૧-ર૦ર૩       Rs.37500/-

કાશ્‍મીર ટુર       5N/6D  શ્રીનગર-સોનમર્ગ-પહેલગામ-ગુલમર્ગ                ૧પ-૦ર-ર૦ર૩ થી       Double Occupancy

                                                                                       ર૦-૦ર-ર૦ર૩          Rs.32500/-       

આનંદમય        8N/9D  ચંદીગઢ-શિમલા-મનાલી-ધર્મશાલા                   ર૦-૦ર-ર૦ર૩ થી       Double Occupancy

હિમાચલ ટુર               ડેલહાઉસી.                    ર૮-૦ર-ર૩          Rs.38200/-

કોવિડ પ્રોટોકલને પગલે IRCTC  એ જણાવ્‍યું કે મુસાફરોએ કેન્‍દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેવો જોઇએ અને વહેલી તકે રસીકરણ કરાવવું જોઇએ અને કોવિડની સુરક્ષિત જોઇએ. આ યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ધ્‍યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે.

મુસાફરોની સલામતી માટે તમામ મુસાફરોની ટ્રેન દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્‍ક્રિનિંગ કરવામાં આવશે આરોગ્‍ય સેતુ એપ ડાઉન લોડ કરવાનું સુનિશ્‍ચ્‍તિ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસફાોરનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ રહેશે અને જરૂર પડશે તો રેલ્‍વે ડોકટરની પણ માંગણી મુજબ નજીકના સ્‍ટેશન પર વ્‍યવસ્‍થા કરવામાં આવશે. જો કોઇ મુસાફર અસ્‍વસ્‍થ બને છે, તો એક અલગ કોચની પણ વ્‍યવસ્‍થા રહેશે અને હવાઇ મુસાફરી દરમિયાન વેકસિનેશન ફરજીયાત છે. મુસાફરોને સુખદ મુસાફરી માટે IRCTC  એ સહકાર માંગ્‍યો છે. 

(3:47 pm IST)