Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ખતરનાક મોહન ઠાકુર ગેંગના ગેંગ મેમ્‍બરો સુરત, બિહાર પોલીસના જોઇન્‍ટ ઓપરેશનમાં ઝબ્‍બે

બિહારની ગેંગ વોર...મોહન ઠાકુર અને પિંકુ યાદવ વચ્‍ચે વર્ચસ્‍વની લડાઇ.. મોહન ઠાકુર ગેંગના ૨૪ ગેંગસ્‍ટરો હરીફ ગેંગના ૪ ની હત્‍યા કરી લાશ નદીમાં ફેંકવાના દેશ વ્‍યાપી ચકચારી મામલે નવો ટવીસ્‍ટ : સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સમર્થન...એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકી અને એસપી ભાવેશ રોજીયાના નેતૃત્‍વમાં ક્રાઇમ બ્રાન્‍ચ સફળતાના નવા શિખરો સર કરે છે. : ટાસ્‍ક ફોર્સને કબજો સુપ્રત કાયદાકીય કાર્યવાહી બાદ લોખંડી પહેરા સાથે કમાન્‍ડો રક્ષણ નીચે બિહાર રવાના કરવા ભારે ધમધમાટ

રાજકોટ તા.૭: બિહારની કુખ્‍યાત ગેંગો વચ્‍ચેની વર્ચસ્‍વની લડાઇને કારણે મોહન ઠાકુર ગેંગના ૨૪ ગેંગ સટરો દ્વારા પિન્‍કુ યાદવની ગેંગ સામસામે ટકકરતા ત્રણ કલાક અંધાધુધ ફાયરિંગમાં પીન્‍કુ યાદવ ગેંગના ૪ લોકોની હત્‍યા કરી તેની લાશ ગંગા નદીમાં વહાવી નાશી છુટયાની આખા દેશમાં ચકચારી બનેલ મામલામાં ખતરનાક અને ફર એવી મોહન ઠાકુરગેંગ સુરત તરફ આવતા સુરત પોલીસ અને બિહાર પોલીસના જોઇન્‍ટ ઓપરેશનમાં પોલીસ કમિશનર અજયકુમાર, એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકી અને એસીપી ભાવેશ રોજીયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ઝડપી લેવાની બાબતને સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપેલ છે.

સુરત ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ દ્વારા ભારે હિંમતપૂર્વક બિહાર પોલીસની માગ મુજબ બાતમીદાર નેટવર્ક એકિટવ કરી આરોપીઓનો પતો લગાડી લીધેલ

દરમિયાન ગતરોજ બિહાર એસ.ટી.એફના પોલીસ માણસો સુરત શહેર ક્રાઇમબ્રાન્‍ચ ખાતે આવી તેઓના હદવિસ્‍તારમાં તા.૮/૧૨/૨૦૨૨ના રોજ ગેંગવોરમાં ૫ ઇસમોની હત્‍યા થયેલ હોવાનું જણાવી તે બનાવ બાબતે જી.કટીહાર, બરાલી પો.સ્‍ટે.ફરિયાદ નંબર-૪૦૩/૨૦૨૨, ઇ.પી.કો.ક ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪૧, ૩૨૩, ૩૦૭, ૩૦૨, ૨૦૧, ૩૬૪, ૩૮૬, ૧૨૦(બી) તથા આર્મ્‍સ એકટ-૨૭ મુજબનો ગુનો નોંધાયેલ હોય. આ હત્‍યાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત કડોદરા બાજુ રહેતા હોવાની માહીતી આપી પોલીસ મદદ માટે આવેલ હોય જેથી ડી.સી.બી.પો.સ્‍ટેના પોલીસ માણસો અને બિહાર એસ.ટીે.એફના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો થકી આરોપીઓ વિશે માહિતી મજકુર આરોપીઓ ગોડાદરા દેવધ ચેકપોસ્‍ટ બાજુથી પસાર થવાના હોવાની મળેલ હકીકત આધારે ત્‍યા વોચમાં રહી આરોપી(૧) સુમરકુવર ફાગુકુવર ભુમિહાર ઉ.૨૬ તથા આરોપી(૨) ધીરજસીંગ ઉર્ફે મુકેશસીંગ અરવીંદસીંગ ઉ.૧૯ તથા આરોપી (૩) અમન સત્‍યેન્‍દ્ર તિવારી ઉ.૧૯(૪) અભિષેક ઉર્ફે ટાઇગર શ્રીરામ રાય ઉ.૨૧ તમામ રહેે.ગામ બાખરપુર, પોસ્‍ટ પીપરેલી, જી.ભાગલપુર(બિહાર)નાઓને પકડી પાડી આરોપીઓનો બિહાર ખાતે લઇ જવાના હોય તેઓને નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીઓના તા.૯/૧/૨૦૨૩ સુધીના ટ્રાન્‍જીસ્‍ટ રિમાન્‍ડ મેળવી આરોપીઓનો કબજો બિહાર એસ.ટી.એફને સોંપવામાં આવેલ છે

(4:11 pm IST)