Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

નગરપાલિકા હોલ સાણંદ ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું : ૭૦૦ દર્દીઓએ લાભ લીધો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ: ગુજરાત રાજ્ય સરકારના  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષ ગાંધીનગરના માર્ગદર્શન મુજબ અમદાવાદ આયુષ તંત્ર દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2023ના રોજ નગરપાલિકા હોલ સાણંદ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન દીવાનજી ઠાકોર,તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા,નગરપાલિકા પ્રમુખ નેહલબેન શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાને પ્રજા સમક્ષ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં નાયબ નિયામક આયુષ હેમંત જોશી,જિલ્લા આયુર્વેદ અધિકારી,જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ આયુષ મેળામાં આયુષ મેગા કેમ્પ અને આયુષ પ્રદર્શનનીનો સાણંદ તાલુકાની આરોગ્ય પ્રેમી પ્રજાએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.જેમાં 700 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો

જેમાં અગ્નિ કર્મ,દંતોથ પાટન,પ્રકૃતિ પરીક્ષણ,જરા ચિકિત્સા,મર્મચિકિત્સા અને આયુષ પ્રદશનનીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. (તસવીર : ચિરાગ પટેલ સાણંદ)

(7:59 pm IST)