Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે સશક્ત  અને સુપોષિત કિશોરી – અભિયાન મેળો યોજાયો

બેટી બચાવો બેટી પઢાવો, વહાલી દીકરી યોજના તેમજ પૂર્ણા યોજનાનું સંકલન એટલે ભારત સરકારની થીમ 'કિશોરી કુશળ બનો'

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ:મહિલા અને બાળ વિકાસ વિભાગ, બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા પુર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમમે સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી – અભિયાન મેળો યોજાયો હતો.    

  દિકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવા રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ તમામ યોજનાઓના સૂચકાંકમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીઓને શિક્ષણ, પોષણ, બાળ લગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાઓના સંકલનમાં ભારત સરકારની આ વર્ષની થીમ 'કિશોરી કુશળ બનો' રખાઈ છે, જેના હેઠળ ઉપક્રમે તાલુકા કક્ષાએ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.  આ અભિયાન હેઠળ કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તથા વિવિધ સરકારી યોજનાઓ વિશે તેમને જાગૃત કરવામાં આવશે.

 આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય તે આ અભિયાન હેઠળ જોવામાં આવશે. કિશોરીઓના વાલીઓને પોષણ, આરોગ્ય, શિક્ષણ, સર્વાંગી વિકાસ, સ્વાવલંબન અને ઘરેલુ હિંસા વિશે પણ માહિતગાર કરવામાં આવશે. આઇસીડીએસ વિભાગ દ્વારા વાનગી સહિતના સ્ટોલ બનાવીને કિશોરીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 

  વિરમગામ ટાઉનહોલ ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામા 200 કિશોરીઓનુ હિમોબ્લોબીન ટેસ્ટિંગ કરવામાં આવ્યુ અને હિમોગ્લોબીનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ અને એસડીએમ, પદાધિકારીઓ સહિતના અધિકારીઓ દ્વારા આરોગ્ય વિભાગના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.
  આ કાર્યક્રમમાં વિરમગામ ના ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ, નગરપાલીકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ ચેરમેન, જીલ્લા સદસ્યો, કિરીટસિંહ ગોહીલ, એસડીએમ વિરમગામ, પ્રોગ્રામ ઓફિસર મીનળબા વાળા, શૈલેશ અંબારીયા, સીડીપીઓ મિતાબેન જાની સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, કિશોરી કુશળ બનો. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ. ઘટક કચેરી અમદાવાદ ગ્રામ્ય સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં હાજરી આપી અને કિશોરી બહેનોને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દીકરીઓના સશક્ત જીવન માટે સરકાર દ્વાર ઉત્કુષ્ટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

(8:02 pm IST)