Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિભિન્ન ચિત્રશૈલીઓનું પ્રદર્શન યોજાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદ, કણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિભિન્ન ચિત્રશૈલીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ધો ૮ માં અભ્યાસ કરતા બાળકોને સામાજિક વિજ્ઞાન વિષયમાં આધુનિક ભારતમાં કલા વિશેના પ્રકરણનો અભ્યાસ કર્યો પછી તેમના શિક્ષક ચંદ્રિકાબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ ચિત્રશૈલી (ચિત્રકલા) તૈયાર કરી હતી. જેમાં પાલશૈલી, જૈનશૈલી, રાજપૂતશૈલી, મુઘલશૈલી, કાંગડાશૈલી વગેરે તેની સાથે નોંધપાત્ર ચિત્રકારો કલાગુરૂશ્રી રવિશંકર રાવળ, રમેશભાઈ પંડ્યા, રવિન્દ્રનાથ ટાગોર, અવનીન્દ્રનાથ ટાગોર ના જીવન પરિચય ની પણ માહિતી દર્શાવવામાં આવી હતી. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડો.મનીષ દેત્રોજાએ જણાવ્યું હતું કે પ્રાચીનકાળથી ભારતીય કલા અને સંસ્કૃતિનું આગવું સ્થાન છે. કલાએ માનવીનું અભિવ્યકિતનું માધ્યમ છે. અને વારસાનો એક ભાગ છે. વિદ્યાર્થીઓ ચિત્રકલાનું મહત્વ સમજે, જાણે તે હેતુ થી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર: ચિરાગ પટેલ - સાણંદ)

(8:05 pm IST)