Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

શેત્રુંજય જૈન તિર્થ ક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલીતાણા રહેશે.

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શેત્રુંજય જૈન તિર્થ ક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની રજૂઆતો માંગણીઓને ધ્યાને લઇને જે મુદ્દાઓનું નિરાકરણ કરવું જરૂરી છે તે બાબતે રચવામાં આવી છે
ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણામાં રચાયેલી આ ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં રેન્જ આઇ.જી. ભાવનગર, ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરિક્ષક અને પાલીતાણા નગરપાલીકાના ચિફ ઓફિસર સભ્યો તરીકે રહેશે.
ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલીતાણા રહેશે.

(9:08 pm IST)