Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

સુરતના પાંડેસરા પોલીસે ચોરી અને ધાડ કરતી  આંતરરાજ્ય ગેંગને મધ્યપ્રદેશથી ઝડપી લીધી 

ગેંગ પાસેથી પોલીસે રૂપિયા 2.લાખ 75 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત શહેર પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા ચોરી અને ધાડ કરતી આંતરરાજ્ય ગેંગની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. આ ગેંગ પાસેથી પોલીસે રૂપિયા 2.લાખ 75 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને. હાલ આ આજે આરોપની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી કરી છે.

 આ તમામ આરોપી સાથે પોલીસે 2.લાખ 75 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપી ઓએ શહેરના પાંડેસરા, સરોલી, કડોદરા, ભેસ્તાન અને સોમેશ્વરમાં ચોરી અને ધાડનો પાડવામાં આવ્યા હતા.જોકે ચોરી અને ધાડનો બનાવ પછી એક ઘટનાને અંજામ આપતા હતા જેને કારણે પોલીસ માટે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો હતો. પરંતુ અંતે પાંડેસરા પોલીસને બાતમીના આધારે સિદ્ધાર્થ નગરથી આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

  સુરત શહેરના પાંડેસરા, ડીંડોલી અને કડોદરા વિસ્તારમાં એક મધ્યપ્રદેશની ગેંગ ચોરી અને લૂંટના ગુન્હામાં સંડોવાયેલી હતી. જેમાં  પાંડેસરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતી અમીઝરા રેસીડેન્સી, કેસરી નંદન રો-હાઈટ્સ તથા ભેસ્તાન વિસ્તારમાં આવેલ રામેશ્વરમ હાઈટ્સ, સોમેશ્વરા પાસે આવેલ શિવમ રો હાઉસ, તમામ જગ્યાએ રાત્રિના સમય દરમિયાન અલગ અલગ દિવસે ચોરી અને એક ધાડનો પણ બનાવ બન્યો હતો. આ ગેંગના સભ્યો મુદ્દા માલ સાથે સિદ્ધાર્થ નગર તરફ જતા હોય તેવા બાતમીના આધારે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.વધુમાં જણાવ્યુંકે, આ ગૅંગના પાંચે સભ્યો મધ્યપ્રદેશના રહેવાસી છે.

 જેમાં રમશે બાબુ મેળા, હીરાસિંગ, રાજુસિંગ, મગન, અને મુકામ બિછું મેળા આ લોકોને 2.લાખ 75 હજારનો મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ બનાવો એક પછી એક આ વિસ્તારમાં બનતા હતા જેને કારણે પોલીસની માટે પણ એક મોટો પડકાર ઉભો થઈ ગયો હતો. અને આજે આ ગેંગને પકડ્યા પછી આ ગેંગના અન્ય લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમને પણ પકડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

વધુમાં જણાવ્યુંકે, આ ગેંગ એવી રીતે ચોરી કરતી હતી કે, કોઈપણ સોસાયટી ફ્લેટ જે આજુબાજુ ખુલ્લા પ્લોટો હોય, ખેતરો હોય, ત્યાં આ ગેંગ જઈને બપોર અથવા તો સાંજના સમયે બેસી જતા હતા. એ જ્યારે રાતે લોકોની અવરજવર બંધ થતી હતી ત્યારે સોસાયટીની દીવાલો કૂદીને અંદર જતા હતા. અને ત્યાંના ઘરોમાં ચોરી કરતા હતા. તે ઉપરાંત ચોરી કરવા જતા હતા ત્યારે કોઈ એકલો વ્યક્તિ મળી જતો ત્યારે તેને પણ ચાકુ બતાવી તેની પાસે રહેલી તમામ ચીજ વસ્તુઓ લઈ ફરાર થઈ જતા હતા.

(10:04 pm IST)