Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

સાપુતારામાં ઠંડીનો પ્રકોપ યથાવત : પહાડો વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા નયરરમ્ય નજારો સર્જાયો

ધુમ્મસના કારણે અનેક વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી:શીતલહેર વચ્ચે પ્રવાસીઓએ વહેલી સવારે સનરાઈઝનો લ્હાવો લીધો

ડાંગના સાપુતારામાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે.ઠંડી વધતા ડાંગ પંથકમાં લોકોને શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે.તો ઠંડીના કારણે સાપુતારાના પહાડો વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા નયરરમ્ય નજારો સર્જાયો છે.

  ધુમ્મસના કારણે અનેક વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડી હતી શીતલહેર વચ્ચે પ્રવાસીઓએ વહેલી સવારે સનરાઈઝનો લ્હાવો લીધો હતો.ડાંગ જિલ્લામાં પવનના સુસવાટા વચ્ચે 9 ડીગ્રી તાપમાન નોંધાયું હતું ,સાપુતારામાં પૈસા ખર્ચીને ફરવા આવેલા લોકો સાંજના સમયથી ઠંડી ને કારણે રૂમમાં બેસી રહ્યા હતા અને શીત લહેરની મજા પણ માણી રહ્યા છે.

(10:34 pm IST)