Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

રાજ્યભરમાં બે દિવસ ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાશે:  તાપમાનમાં થશે વધારો :હવામાન વિભાગની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થયો:રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ શકે

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો પણ ગગડ્યો હતો. જો કે હવે ઠંડીમાંથી આંશિક રાહત મળશે.હવામાન વિભાગે ગુજરાતમાં તાપમાનનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. રાજ્યભરમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાશે. બે દિવસ દરમિયાન તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. તો રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ શકે છે.

રાજ્યભરમાં ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે આજે 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ નોંધાયુ છે. ગઈકાલે નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો રાજ્યના અન્ય શહેરો-જિલ્લામાં પણ ઠંડી ઘટી છે. ભૂજમાં 10 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14, કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે

(10:39 pm IST)