Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

અમદાવાદમાં હવે મહિલાઓ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાંકરિયામાં બનશે પિન્ક ટોયલેટ

શહેરના 7 ઝોન માં 3 -3 પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે

અમદાવાદમાં પણ હવે મહિલાઓ માટે ખાસ ટોયલેટ નિર્માણ પામી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાંકરિયામાં પિન્ક ટોયલેટ બનાવવામાં આવી રહ્યું છે. જાહેર શૌચાલયમાં મહિલાઓને સંકોચ થતો હોય છે તેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના 7 ઝોન માં 3 -3 પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે.

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને મહાદેવ દેસાઈએ કહ્યું હતું કે આ મહિલા સંચાલિત ટોયલેટ 3 કે 4 મહિનામાં શરૂ થઇ જશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તથા આરોગ્યની સુખાકારી માટે શહેરમાં બનાવવામાં આવેલા જાહેર શૌચાલયો મોટાભાગે પુરુષો વધારે ઉપયોગ કરતા હોય છે અને તેની ભીડ બહાર પણ વધુ હોય છે તેના કારણે મહિલાઓને વધુ મુશ્કેલી પડતી હોય છે.

કાંકરિયા ગેટ નંબર-3 પાસે હયાત ટોયલેટ તોડી ત્યા રુ 50 લાખના ખર્ચે પાંચ વર્ષ મેઇન્ટેનન્સ સાથે કુલ રુ.11.24 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

(11:02 pm IST)