Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

દાદરા નગર હવેલીના વસોના લાયન સફારી પાર્કમાં સૌરાષ્ટ્રમાંથી સિંહ અને સિંહણ લાવ્યા

જૂનાગઢથી એક સિંહ અને રાજકોટથી સિંહણને લાવીને પાર્કમાં વસાવાયા : પ્રવાસીઓ હવે અશોક નામનો સિંહ અને મીરા નામની સિંહણને જોઈ શકશે અને બંનેને પોતાના કેમેરામાં પણ કેદ કરી શકશે

અમદાવાદ :  દાદરા નગર હવેલીમાં આવેલા વસોના લાયન સફારી પાર્કમાં સિંહ અને સિંહણ વસાવાયા છે, જૂનાગઢથી એક સિંહ અને રાજકોટથી સિંહણને લાવીને પાર્કમાં વસાવવામાં આવ્યા છે.આવનાર પ્રવાસીઓ હવે અશોકા નામનો સિંહ અને મીરા નામની સિંહણને જોઈ શકશે. પ્રવાસીઓ બંનેને પોતાના કેમેરામાં પણ કેદ કરી શકશે. આ નવા મહેમાનોને 6ઠ્ઠી જાન્યુઆરીના ફોરેસ્ટ સચિવ સહિતના આધિકારીઓની હાજરીમાં સફારી પાર્કમાં મુક્ત કરવામાં આવ્યા હતાં.

  સફારી પાર્કમાં સિંહદર્શન માટે આવતા પ્રવાસીને મોડિફાઇડ કરેલા બસ જેવા વાહનમાં લઈ જવામાં આવે છે. જે 30 મિનિટનો રાઉન્ડ ફરે છે. દર શનિ-રવિવારે પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળે છે.વર્ષ 2002માં શરૂ કરાયેલ લાયન સફારી પાર્ક 20 હેકટરમાં ફેલાયેલો છે. પ્રવાસીઓ માટે 2 ગેટ રાખવામાં આવ્યા છે. આ પાર્કમાં દર વર્ષે 50 થી 60  હજાર લોકો મુલાકાત લે છે.છેલ્લા 10 વર્ષમાં 5.50 લાખ જેટલા પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી છે.

   
(11:41 pm IST)