Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

બોડેલીના તેજગઢ ફાટક પાસે કાર વૃક્ષ સાથે અથડાતા આગ ભભૂકી:ચાલક સળગીને ભડથું

કારની ડ્રાઇવિંગ સીટ પર સળગીને ખાખ:માંડ માંડ મૃતદેહને કારમાંથી બહાર કઢાવ્યો અને પોટલું વાળી લઇ જવો પડ્યો

વડોદરા નજીક આવેલ બોડેલી છોટાઉદેપુર રોડ પર તેજગઢ ફાટક પાસે એક મારુતિ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી, અને સ્થળ ઉપર જ સળગી ગઈ હતી.જેમાં કાર ચાલક ડ્રાઇવર સીટ ઉપર જ સળગીને ભડથું થઈ જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના આજે વહેલી સવારે બની હોવાનું જાણવા મળ્યુ છે.પોલીસે રૂબરૂ ઘટના સ્થળે પહોંચી ઘટતી કાર્યવાહી કરી હતી

 તેજગઢ પાસેથી પસાર થતી રેલવે ફાટક નજીક એક વૃક્ષ સાથે કાર ભટકાતા આ ઘટના બની છે. કાર ચાલક પાટણના કોન્ટ્રાક્ટર કોઈક વ્યક્તિ વડોદરાથી છોટાઉદેપુરની દિશામાં જતા હતાં, ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. કાર વૃક્ષ સાથે અથડાયેલી અવસ્થામાં અને સળગતી અવસ્થામાં જોતા કેટલાક વટે માર્ગુઓએ તેના વિડીયો પણ ઉતાર્યા હતા.જે વાયરલ થયા છે.અકસ્માત ગ્રસ્ત કારમાં બેઠેલ વ્યક્તિ કારની ડ્રાઇવિંગ સીટ પર સળગીને ખાખ થઈ ગયો હતો. માંડ માંડ મૃતદેહને કારમાંથી બહાર કઢાવ્યો હતો અને પોટલું વાળી લઇ જવો પડ્યો હતો. પોલીસે કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને દવાખાને મોકલી આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર CNGનું હોવાનું જાણવા મળ્યુ છે. આજે સવારે જ રાજ્યમાં આગની બે કરૂણ ઘટના સામે આવી જેમાં જીવતા લોકો સળગી ગયા હતા.

(12:18 am IST)