Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

વડોદરા પોલીસે બે વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા

પોલીસે વ્યાજખોર પ્રણવની ધરપકડ કરી રાજકોટ જેલ હવાલે અને ગૌરાંગની ધરપકડ કરી ભુજ જેલ હવાલે કરાયો: ફતેહગંજ પોલીસે વ્યાજખોર સંજય મકવાણાની પાસા હેઠળ અને સયાજીગંજ પોલીસે ગોત્રીમાં રહેતા વ્યાજખોર યશ જાનીની ધરપકડ કરી

વડોદરા : રાજયમાં બેફામ વ્યાજખોરો પર લગામ કસવાની શરૂઆત થઇ ગઇ છે.વડોદરા પોલીસે બે વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે.PCBએ બે વ્યાજખોરોને ઝડપી જેલના હવાલે કર્યા છે.પોલીસે વ્યાજખોર પ્રણવની ધરપકડ કરી તેને રાજકોટ જેલ હવાલે કર્યો છે વ્યાજખોર ગૌરાંગની ધરપકડ કરી તેને ભુજ જેલ હવાલે કરાયો છે.

 ફતેહગંજ પોલીસે વ્યાજખોર સંજય મકવાણાની પાસા હેઠળ ધરપકડ કરી છે.તો સયાજીગંજ પોલીસે ગોત્રીમાં રહેતા વ્યાજખોર યશ જાનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:45 am IST)