Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રેગ્યુલર પે સ્કેલ તેમજ અન્ય લાભો 10 સપ્તાહમાં ચૂકવી આપવા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ

રાજ્યના સેંકડો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને હાઇકોર્ટે રાહત આપી

અમદાવાદ :રાજ્યના સેંકડો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને હાઇકોર્ટે રાહત આપી છે. હાઇકોર્ટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને રેગ્યુલર પે સ્કેલ તેમજ અન્ય લાભો 10 અઠવાડિયામાં ચૂકવી આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. એડહોક વર્કર કરતાં પણ ઓછું વેતન મળતું હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં વિવિધ 

 એડહોક વર્કર કરતાં પણ ઓછું વેતન મળતું હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં વિવિધ અરજીઓ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદારોની અરજીઓ મંજૂર રાખી તેમને રાહત આપતો હુકમ કર્યો છે. રાજ્યમાં સાડા ત્રણ હજાર જેટલા પુરૂષ હેલ્થ વર્કર સેવા આપી રહ્યા છે જેમને આગામી સમયમાં આ તમામ લાભ મળશે

   
(9:17 pm IST)