Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ઝાલોદના મોટી હાંડી ગામે સાસુના ત્રાસથી પરિણીતાએ બે વર્ષના પુત્ર સાથે કર્યુ અગ્નિસ્નાન: બન્નેનું કરૂણમોત

પરણિતાના પતિ દ્વારા મૃતક પોતાની પત્ની વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે માસીયા સાસુના ત્રાસથી એક પરિણીતાએ પોતાના બે વર્ષના માસૂમ પુત્ર સાથે અગ્નિ સ્નાન કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પરિણીતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વર્ષીય માસૂમ પુત્ર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારે ગતરોજ સારવાર દરમિયાન માસુમ પુત્રનું પણ મોત નિપજતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. જેને પગલે પરણિતાના પતિ દ્વારા મૃતક પોતાની પત્ની વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

તારીખ 22 મી એપ્રિલના રોજ ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે રહેતા પરણિતા આશાબેન સાગરભાઇ નીનામાએ પોતાની માસિયા સાસુના ત્રાસથી કંટાળીને પોતાના બે વર્ષીય પુત્ર સારાંશ સાથે પોતાની સાસરીના ઘરમાં અગ્નિસ્નાન કરી લીધું હતું. આ દરમિયાન માતા પુત્રને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં પરણિતા આશાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું ત્યારે પુત્ર સારાંશ ગંભીર હાલતમાં જીવન – મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. જોકે, અંતે સારાંશની પણ જીવનડોળ કપાઈ ગઈ હતી. આ સંબંધે મૃતક આશાબેનના પિતા દ્વારા આશાબેનના માસીયા સાસુ સમીલાબેન સુરતાનભાઈ નીનામા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બે વર્ષીય માસુમ સારાંશનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આ સંબંધે મૃતક આશાબેનના પતિ સાગરભાઇ સુરતાનભાઈ નિનામાએ મૃતક પોતાની પત્ની આશાબેન વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   
 
   
(9:39 pm IST)