Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા સાંસદ સભ્યના પુત્રીએ કલેકટરને આપ્યું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા સ્થિત નર્મદા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાના પુત્રીએ પિતા પર સોશિયલ અભદ્ર ટીપ્પણીઓના વિરોધમાં આવેદનપત્ર આપી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાના પુત્રી પ્રીતિબેન સાથે જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ કુલદિપસિહ ગોહિલ,જીલ્લા મંત્રી દિનેશભાઈ દેસાઈ ,રાજપીપલા મંડલ પ્રમુખ રમણસિંહ રાઠોડ, મહામંત્રી અજીતભાઈ પરીખ,રાજેન્દ્રભાઈ પટેલ,મંડલ પ્રભારી કમલેશભાઈ પટેલ,રાજુભાઈ વસાવા તથા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો તેમજ ભાજપાના કાર્યકર્તાઓએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયામાં મનસુખભાઇ પર થયેલી અભદ્ર ટિપ્પણી કરનાર તત્વો સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમ માંગ કરાઇ છે.

   
(10:28 pm IST)