Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વડાપ્રધાન મોદી ૧૫મી મે પછી ગુજરાત આવશે, શું કોઈ મોટી નવાજૂની થવાની છે?

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને દ. ગુજરાત જશે : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લઈને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છેઃ આ અટકળોનો પણ નજીકના ભવિષ્‍યમાં અંત આવશે

અમદાવાદ, તા.૭: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પાછલા મહિને ગુજરાત આવ્‍યા બાદ આ મહિને ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતના મહેમાન બનવાના છે, આ અગાઉ તેઓ વર્ચ્‍યુઅલ રીતે પણ ગુજરાત સાથે જોડાયા હતા અને કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદી ૧૫મી મે પછી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. એક તરફ રાજયમાં ચાલુ વર્ષમાં ચૂંટણી આવી રહી છે અને તે ચૂંટણી વહેલી યોજાશે તેવી શક્‍યાતાઓ અને અટકળો બાંધવામાં આવી રહી છે. બીજી તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લઈને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે. આ અટકળોનો પણ નજીકના ભવિષ્‍યમાં અંત આવશે તેવી સંભાવનાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

૧૫મી મે પછી ગુજરાત આવી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં તેઓ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવાના છે તેવું મીડિયા રિપોર્ટ્‍સમાં કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓના સંમેલનને સંબોધિત કરવાના છે, જયારે રાજકોટમાં હોસ્‍પિટલના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે રાજયમાં ચૂંટણી આવી રહી છે ત્‍યારે દર મહિને વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવતા રહેશે. જોકે, આ વખતના તેમના આગમન અંગે હજુ સુધી સત્તાવાર રીતે તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. મોટાભાગે વડાપ્રધાન પોતે જ જયારે વતન આવે ત્‍યારે ટ્‍વિટ કરીને કાર્યક્રમો અને તારીખ અંગે જાણકારી આપતા હોય છે.

એક તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકીય ભાવીનું કાઉન્‍ટડાઉન શરૂ થઈ ગયું છે, આગામી સમયમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ સુધીમાં કોઈ મોટી અપડેટ આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જોકે, તેઓ રાજકારણમાં જોડાવા અંગે હજુ સુધી સ્‍પષ્ટતા કરી નથી, તેઓ ઘણી વખત કહી ચુક્‍યા છે કે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અને જયારે તેઓ નિર્ણય લેશે ત્‍યારે જાણ કરશે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે નરેશ પટેલ દિલ્‍હી જઈને મહત્‍વનો નિર્ણય લઈ શકે છે.

બીજી તરફ હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પ્રોફાઈલોમાં થતા ફેરફારોને લઈને પણ અટકળો જોર પકડી રહી છે. આ પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ સામે નારાજગી પણ વ્‍યક્‍ત કરી હતી. જોકે, હાર્દિકે આ પ્રકારની અટકળોને રદીયો આપ્‍યો હતો. આમ છતાં અટકળોનો દોર અટકી રહ્યો નથી.(૨૩.૨૩)અમદાવાદ, તા.૭: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પાછલા મહિને ગુજરાત આવ્‍યા બાદ આ મહિને ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતના મહેમાન બનવાના છે, આ અગાઉ તેઓ વર્ચ્‍યુઅલ રીતે પણ ગુજરાત સાથે જોડાયા હતા અને કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદી ૧૫મી મે પછી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. એક તરફ રાજયમાં ચાલુ વર્ષમાં ચૂંટણી આવી રહી છે અને તે ચૂંટણી વહેલી યોજાશે તેવી શક્‍યાતાઓ અને અટકળો બાંધવામાં આવી રહી છે. બીજી તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લઈને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે. આ અટકળોનો પણ નજીકના ભવિષ્‍યમાં અંત આવશે તેવી સંભાવનાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પ્રોફાઈલોમાં થતા ફેરફારોને લઈને પણ અટકળો જોર પકડી રહી છે. આ પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ સામે નારાજગી પણ વ્‍યક્‍ત કરી હતી. જોકે, હાર્દિકે આ પ્રકારની અટકળોને રદીયો આપ્‍યો હતો. આમ છતાં અટકળોનો દોર અટકી રહ્યો નથી

(3:47 pm IST)