Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સુરતમાં સાતેક વર્ષ અગાઉ ઘરના ઓટલે બેસવાની ના પાડવા જેવી બાબતે યુવક પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:લિંબાયત વિસ્તારમાં રહેતા ફરિયાદી રોહીત કુમાર પ્યારેલાલ ચૌહાણ તા.23-1-2015ના રોજ પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા.જે વખતે આરોપી સુમીત કુમાર કમલપ્રસાદ ગુપ્તા(રે.વૃંદાવન સોસાયટી પાસે,ગોડાદરા લિંબાયત)તથા કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોર  ફરિયાદીના ઓટલા પર બેસવા જતાં ફરિયાદીએ તેને બેસવાની ના પાડી હતી.જેની અદાવત રાખીને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપીને ઢીક્કમુક્કીનો માર માર્યો હતો.આરોપી સુમીતકુમાર ગુપ્તાએ પોતાને પાસેને બેલ્ટ વડે ફરિયાદીને ડાબા હાથમાં મારી દેતા ફરિયાદીને લોહી નીકળતા ઈજા થઈ હતી.આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. જેથી ફરિયાદીએ લિંબાયત પોલીસમાં નોંધાવેલા ગુનામાં આરોપી સુમીતકુમાર ગુપ્તા વિરુધ્ધ ની પાંચ વર્ષ જુના કેસની કાર્યવાહીની આજ ેઅંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે એપીપી સુનિલ પટેલની રજૂઆતોને માન્ય રાખી આરોપીને ઈપીકો-323ના ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી હતી.જ્ યારે જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ ઠરાની છોડી મુકવા હુકમ કયો હતો.

(5:56 pm IST)