Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખભાઇ વસાવા પર અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની ધરપકડ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાના એક ઇન્ટરવ્યૂમાં સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર યુવાનની રાજપીપળા પોલીસે ધરપકડ કરી છે
 ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ બીટીપી અને આમ આદમી પાર્ટી વિરૂદ્ધ પોતાનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો એ ઇન્ટરવ્યુ નો વિડિયો સોશિયલ મીડિયા ૫૨ ફરતા મનસુખ વસાવા વિરૂદ્ધ ભરત વસાવા નામના વ્યકિતએ પોતાના ફેસબુક પરથી અભદ્ર ટિપ્પણી કરતા એની વિરૂદ્ધ રાજપીપલાના ભાજપ કાર્યકર શંકર ભરતભાઈ તડવીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી  અને મનસુખભાઈ  વસાવાની પુત્રી દ્વારા કલેકટરને આવેદન પણ અપાયું હતું જેના પગલે ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાનાં કોઢ ગામના ભરત ગોવિંદભાઈ વસાવાને રાજપીપળા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

   
 
   
(10:44 pm IST)