Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

નાના લીમટવાડા ગામમાં જુગાર રમતા 10 શખ્સોને રૂપિયા 2.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી જિલ્લા, LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાના લીમટવાડા ગામના જંગલમાં જુગાર રમતા શખ્સોને જિલ્લા એલસીબીએ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ અલ્પેશ પટેલને મળેલી બાતમીના આધારે નાના લીમટવાડા ગામના જંગલમાં જુગાર રમતા 10 શખ્સોમાં ( 1 ) હેમંત ઉર્ફે અલ્કેશ ઉર્ફે અલ્કો પરસોત્તમભાઇ વસાવા ( 2 ) પ્રવિણ ઉર્ફે પવ્વો અર્જુનભાઇ વસાવા ( 3 ) સમીર સંતોષભાઇ વળવી ( 4 ) વિનસ ઉર્ફે વિનોદ મનજીભાઇ વળવી ( 5 ) મેહુલ વસંતભાઇ વસાવા ( 6 ) મુકેશ શાંતિલાલ માછી ( 7 ) અજય ઇશ્વરભાઇ વળવી ( 8 ) સંદિપ ભરતભાઇ વસાવા ( 9 ) અનિલ ચંદુભાઇ વસાવા ( 10 )પૃથ્વી ઉર્ફે શેશી વિજયભાઇ વસાવા ને નાના લીમટવાડા ગામના કરજણ નદીના ભાઠાના ખુલ્લામાં જંગલ ઝાડીમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી દાવ પરના રોકડા રૂપિયા ૨,૦૦૦ તથા અંગઝડતી ના રોકડા રૂપિયા ૨૨,૫૪૦ નયા મોબાઇલ નંગ ૭ કિ .૩ ૨૭,૫૦૦ તથા મોટર સાઇકલ નંગ ૩૫ કિ.રૂ. ૧,૭૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨,૨૨,૦૪૦  સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

   
(10:49 pm IST)