Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમદાવાદના રામોલ ટોલ ટેક્ષ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં નુકશાન વળતરની માંગ કરતા યુવકની હત્યા કરનાર ડ્રાઈવરની ધરપકડ

અમદાવાદ:રામોલ ટોલ ટેક્ષ પાસે વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપ ચાલકે નુકસાન માંગતા તેને ટ્રકના વ્હીલ નીચે કચડી મોતને ઘાટ ઉતારી ટ્રકનો ડ્રાઇવર  ફરાર થઇ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરી છે.

કેસની વિગત એવી છે કે  ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાના ફતેપુર ગામમાં રહેતા અલ્પેશભાઇ પરમારના કાકાનો દિકરો રાજેશ પરમારની રામોલ ટોલ ટેક્ષ પાસે હત્યા કરવામાં આવી હતી જેમાં ચાર દિવસ પહેલા મૃતક  મહેસાણાથી જીપ લઇને નડિયાદ તરફ જઇ રહ્યા હતા જ્યાં રામોલ ટોલટેક્ષ પર લાઇનો લાગેલી હતી સમયે તેમની જીપને પાછળથી ટ્રક ચાલકે ટક્કર  મારતા જીપને નુકસાન થયું હતું. જેથી તકરાર થતાં ટોલટેક્ષના કર્મચારીઓએ વાહન આગળ ઉભા રાખીને વાતચીત કરવાનું કહ્યું હતું, બીજીતરફ ટ્રકના ચાલક પાસે રૃા. ૧૦, ૦૦૦  નુકસાનના પૈસાની  વાત કરી હતી  જયાં જીપનો ચાલક આગલ જીપ લઇને ઉભો હતો જ્યાં ટ્રકનો ચાલક પોતાનું વાહન ધીમું પાડીને ભાગી રહ્યો હતો જેથી યુવકે વાહન રોકવા પ્રયાસ કરતાં ટ્રકનો ચાલક વ્હીલ નીચે કચડીને  યુવકની હત્યા કરીને નાસી ગયો હતો બનાવ ંગે રામોલ પોલીસે હત્યાનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે ટ્રકનો નંબર મેળવીને રાજસ્થાન બિકાનેર ખાતે રહેતા ટ્રક ચાલક રામકુમાર સ્વામીની ધરપકડ કરી હતી.

(5:22 pm IST)
  • રિયા-શોવિકને જેલમાં જ રહેવું પડશે : કોર્ટ આવતીકાલે નિર્ણય લેશે :રિયા ચક્રવર્તીની જામીન અરજી પર કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યોઃ રિયા અને શોવિક સહિત ૬ આરોપીઓની જામીન અરજી પર આવતીકાલે નિર્ણય થશે access_time 3:53 pm IST

  • આત્‍મનિર્ભર ભારત યોજના માટે હાઈવે મંત્રાલયે ૧૦ હજાર કરોડ ફાળવ્‍યા છે access_time 5:57 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કહ્યુ છે કે કોરોનાને હળવાશ થી બિલકુલ લેતા નહિં, ફેઈસ માસ્‍ક પહેરી જ રાખો અને બે ગજનું સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અચૂક જાળવી રાખો access_time 5:53 pm IST