Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

'આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા' પુસ્તકનું વિજયભાઇ રૂપાણીના હસ્તે વિમોચન

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસારને અભિનંદન પાઠવ્યા

રાજકોટ,તા.૧૧: ભારતની મહામૂલી આઝાદીને ૭૫મું વર્ષ પ્રારંભ થયું છે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવનું પર્વ મનાવાઈ રહ્યુ છે ત્યારે દેશની આઝાદી માટે લડનાર ક્રાંતિવીરોના યોગદાન, લડવૈયાઓના બલિદાનની વિગતો સાંકળીને તૈયાર કરવામાં આવેલ આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકને ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વીજયભાઈ રૂપાણીએ આજરોજ વિમોચન કરી ખુલ્લુ મુકયુ હતું.

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસારને પુસ્તકના સુંદર સંકલન બદલ મુખ્યમંત્રી શ્રી વીજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતાં.

આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા સાથે દેશની આઝાદી માટે ૧૮૫૭ થી સંદ્યર્ષ પ્રારંભ કરનારાં લડવૈયાઓના ટૂંકા જીવનવૃતાંતને તેમજ જીનિવાની ધરતી પરથી પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા અને વિરાંજલીયાત્રા યોજવામાં આવી તેની તસવીરો અને વિગતો પુસ્તકમાં સાંકળવામાં આવી તેની વિગતો પુસ્તકમાં સાંકળવામાં આવી છે અને આઝાદીના અમૃતમહોત્સવે ભાવિ પેઢીને માર્ગદર્શનરૂપ બની રહે તેવી ઔતિહાસિક વિગતો સાથેનું સંકલન તૈયાર કરાયું છે તે બદલ શ્રી ભાવસારને મુખ્યમંત્રીશ્રી વીજયભાઈ રૂપાણીએ ધન્યવાદ આપ્યા હતાં.

આજના પુસ્તક વિમોચન પ્રસંગે ડો.જગદીશ ભાવસાર સાથે રન્નાદે પ્રકાશનના શ્રી હેમેશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતાં.

આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકના સંકલનકર્તા ડો.જગદીશ ભાવસારે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે પુસ્તક વિમોચનની મહત્વની ક્ષણ (સમય) સાર્વજનિક ગણેશ ઉત્સવના પ્રણેતા લોકમાન્ય બાળગંગાધર ટિળકને યાદ કરી ગણેશચતુર્થીએ પ્રદાન કરવાં બદલ મુખ્યમંત્રી શ્રી વીજયભાઈ રૂપાણીનો આભાર માન્યો હતો.

(10:17 am IST)