Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

અરવલ્લીમાં મેશ્વો નદીમાં ઘોડાપૂર : સુકી પડેલી નદી રાતોરાત છલકાઇ ગઈ : સરહદવિસ્તારના કોઝવે પાણીમાં થયા ગરકાવ

ભારે વરસાદને લઈ શામળાજીના મેશ્વો ડેમમાં 2100 ક્યૂસેક પાણીની આવક : ત્રણ દિવસમાં 15 ટકા વરસાદ પડવાથી નદી નાળા છલકાઈ ગયા

અમદાવાદ :રાજસ્થાનમાં ભારે વરસાદથી મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે ગઇકાલ સુધીમાં સુકી પડેલી નદી રાતોરાત છલકાઇ ગઇ છે. ભારે વરસાદને લઈ શામળાજીના મેશ્વો ડેમમાં 2100 ક્યૂસેક પાણીની આવક થઇ છે. અરવલ્લીમાં મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે

  નદીમાં ઘોડાપૂર આવતા સરહદ વિસ્તારના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે તેમજ નાપડા-ખેરાડી કોઝવે પણ ઓવરફ્લો થયો છે.ભારે વરસાદને કારણે મેશ્વો ડેમમાં પાણીની સારી આવક થવાથી ખેડૂતોને હવે સિંચાઈ માટે પાણી મળી રહેશે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસમાં 15 ટકા વરસાદ પડવાથી નદી નાળા છલકાઈ ગયા છે અને ચેકડેમોમાં પાણીની સારી આવક થઈ છે.

 

(10:55 am IST)