Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

મૂળ ઉત્તરપ્રદેશના ભેજાબાજો પલકવારમાં એટીએમ કાર્ડ બદલી સરળ લોકો સાથે છેતરપીંડી કરતા હતાઃ સુરત પોલીસ દ્વારા પર્દાફાશ

પોલીસ સાથે પ્રજાની જાગૃતિનો સંગમ થવો ખૂબ જરૂરી,પોલીસ કમિશનર અજય કુમાર તોમર એટીએમ ફ્રોડ કરતી પરપ્રાંતીય ટોળકીઓ સામે ગુજરાતના લોકો માટે સાવધાનીના સૂર રેલાવે છે : સરકારી, સહકારી અને ખાનગી બેંકોના એટીએમ કાર્ડ આરોપીઓ પાસેથી કબ્જે, ચોક્કસ બેન્કોની પણ બેદરકારી હોવાની ફરીયાદો પણ મળી : ડીસીબી બ્રાન્ચના વડા શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ, એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શનમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પીઆઇ આર.એસ .સુવેરા ટીમને અભૂતપૂર્વ સફળતા

રાજકોટ તા.૧૧,  ઉત્તરપ્રદેશમાં અશિક્ષિત અને સામાન્ય લોકોના ટેકનોલોજી અજ્ઞાન અને ભોળપણનો લાભ લેવામાં સફળતા મળવાના પગલે  પોતાના કરતબો અજમાવવા માટે સુરત આવેલ ટોળકી દ્વારા આવા કરતબો અજમાવાઈ રહ્યાની ફરિયાદો સુરતના લોકો દ્વારા સુધી પોલીસ કમિશનર અજયકુમાર તોમર પાસે થતાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચ અર્થાત્ ડીસીબી બ્રાન્ચના વડા સહિતના જવાબદાર અધિકારીઓ સાથે તાકીદે બેઠક યોજી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને જવાબદારી સુપ્રત કરતા જ ટોળકીનો  પરદા ફાશ કરી આરોપીઓને ઝડપી લેવામાં સફળતા સાપડી હતી.

 ડીસીબી વડાં શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર. સરવૈયાની રહાબરીમાં ઉપરોકત સુચના મુજબ એસ.ઓ.જી.ના પીઆઇ આર.એસ.સુવેરા. તથા વડા વી.સી.જાડેજા નાઓએ સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં એટીએમ કાર્ડ બદલી પૈસા કાઢી લીધેલ હોય તે બાબતે દાખલ થયેલ ગુન્ફાઓની માહીતી એકઠી કરી તે ગુન્હાઓમા આરોપીઓની ગુન્હો આચરવાની કાર્યપધ્ધતીથી વાકેફ થયેલ જેમાં ધ્યાને આવેલ કે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા એટીએમ ફ્રોડ બાબતે દાખલ થયેલ અલગ અલગ ગુન્હાઓમા આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતી એકસમાન જણાયેલ જેથી આ તમામ ગુન્હાઓ કોઇ એક ટોળકી દ્વારા જ આચરવામા આવેલ હોવાનુ જણાયેલ. જે વ્યકિતઓ આવા એટીએમ ફ્રોડનો ભોગ બનેલ હતા તેઓને મળી ફોડ આચરનાર ટોળકીના સભ્યોના વર્ણન( હુલીઆ) બાબતે પણ માહીતિ એકત્રીત કરવામાં આવેલ. જેના આધારે એવુ નક્કી થયેલ કે અગાઉ સુરત શહેરમાં આવા ગુન્હાઓ આચારનાર ટોળકી જ આ ગુન્હાઓ આચરી રહેલ છે જેથી આ ટોળકીના તમામ સભ્યોને તાત્કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો પાડવામા આવેલ અને જે ટીમો દ્વારા હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરવામા આવેલ હતી.

જે દરમ્યાન એસ.ઓ.જી.ના  એએસઆઇ મહેશદાન વજુભાઇ તથા પીસી દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને આવા ગુન્હાઓ કરતી ટોળકીના બાબતે માહીતી મળેલ અને આ ટોળકીના સભ્યો વધુ એક ગુન્હો આચરવાની ફીરાકમાં પાંડેસરા મહાદેવ નગર સોસાયટી પાસે ફરતા હોવાની હકીકત મળેલ.  જેથી એસ.ઓ.જી.નાં એએસઆઇ મહેશદાન વજુભાઈ, એચસી ધવલ વાલજીભાઈ,એચસી જગશીભાઇ શાંતીભાઇ, પીસી દેવેન્દ્રદાન ગંભીરદાન, પીસી સિકંદર બિસ્મીલ્લા, પીસી મહેંદ્રસિંહ દિલીપસિંહ તથા પીસી  અજયસિંહ રામદેવસિંહ નાઓ સાથે સદરહુ જગ્યાએ વોચ ગોઠવી આરોપી નામે (૧) શિવમસિંઘ ઉર્ફે ચંચલ સુરેશસિંઘ ઠાકુર ઉ.વ.૨૧ ધંધો બેકાર રહે. વિનાયકનગર, સંદીપભાઇ તિવારીના મકાનમાં ગણપતનગરની બાજુમાં ગોવાલક રોડ પાંડેસરા સુરત મુળ સમાહા ગામ થાના હાંડીયા જિ.પ્રયાગરાજ (યુ.પી.) (૨) રિતિક ઉર્ફે ભોલે સુરેન્દ્રબહાદુરસિંહ ઉ.વ.૧૯ ધંધો બેકાર રહે ઘરનં.૫૪ ગંગોત્રીનગર બમરોલી રોડ પાડેસરા સુરત તથા (૩) અમિત ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબસિંહ ઉ.વ.૨૩ ધંધો-બેકાર રહે હાલ સંદીપ તિવારીના મકાનમાં વિનાયકનગર ગણપતનગરની બાજુમાં ગોવાલક રોડ પાંડેસરા સુરત મુળ ગામ સમાહા થાના હંડીયા જિ. પ્રયાગરાજ (યુ.પી.) વાળા નાઓને ઝડપી પાડી તેઓની પાસેથી અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ કુલ નંગ ૧૭ મોબાઇલ ફોન નં.૦૩ તથા રોકડા રુા. ૩૮,૮૭૦ મળી કુલ કુલ્લે મુદામાલ રૂ. ૬૮,૮૭૦ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

  આરોપીઓ પાસેથી વિવિધ બેંકના જે એટીએમ કાર્ડ મળ્યા છે, તેમાં બેંક ઓફ બરોડાના ૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ૪,  એચડીએફસી બેંક તથા આઇડીબીઆઇ, યુનિયન બેંક, યસ બેન્ક, સુરત જિલ્લા બેંક, પંજાબ નેશનલ બેંક,બેંક ઓફ ઇન્ડિયા અને કોટક મહેન્દ્ર બેંકના એક એક એટીએમ કાર્ડ મળ્યા છે. ટુંકમાં કહીએ તો આરોપીઓ દ્વારા સરકારી, ખાનગી અને સહકારી બેંક સુધી માયાજાળ પાથરી દેવામાં આવી હતી, પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા લોકો જોગ અપીલ કરી

  એટીએમ ઉપયોગ સમયે અન્ય લોકો પિન નંબર જોઇ ન શકે તે રીતે ઉપયોગ કરવો, કોઈ સંજોગોમાં ઓપરેટ કરતા ન ફાવે ત્યારે અન્ય લોકોને પિન નંબર   આપવો નહિ, આસપાસ કોઈ નજર રાખતું નથી તેની કાળજી રાખી પર પ્રાંતમાંથી કરતબ અજમાવતા લોકો સામે કાળજી રાખવા સાથે અન્ય કોઈ પણ લોકો સાથે વિશ્વાસ મૂકી પિન નંબર ન  આપવો, નાણાની લેવડ દેવડ બાદ પોતાનું જ એટીએમ કાર્ડ છે ને? કોઈ દ્વારા બદલી લેવાયું નથી તેની કાળજી રાખવી. દરમિયાન અમુક બેંક દ્વારા ઇ પાસબુક લોકો દ્વારા જાતે પ્રિન્ટ કરવા માટે મુકેલ મશીન એટીએમ મશીન વાળા રૂમમાં મૂકી બેદરકારી દાખવી રહ્યાની ફરિયાદ આધારે પણ પોલીસ આ બાબતે સર્વે કરી રિઝર્વ બેન્ક સુધી લોકોની ફરિયાદ પહોંચાડનાર હોવાનુ બહાર આવ્યું છે.

(12:59 pm IST)