Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

અમદાવાદના ઇસ્‍કોન બ્રિજ ઉપર હિટ એન્‍ડ રનઃ વાહન ચાલકે ટક્કર મારતા મહિલા 20 ફુટ ઉછળીને નીચે પડતા મોતઃ વાહન ચાલક નાશી છૂટયો

રાહદારીઓએ પોલીસને જાણ કરતા મૃતકની ઓળખ મેળવવા તપાસ

અમદાવાદ: અમદાવાદનો રસ્તો ફરી એકવાર લોહીથી ખરડાયો છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમા એક મહિલાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. વહેલી સવારે 5 વાગ્યે ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને ઈસ્કોન બ્રિજ પરથી જતી મહિલાને ટક્કર મારી હતી, જેથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે.

ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા મહિલા 20 ફૂટ દૂર ઉછળીને પડી હતી. મહિલાને ટક્કર મારીને વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એક રાહદારી દ્વારા પોલીસને ફોન કરીને હિટ એન્ડ રન વિશે જાણ કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે આવી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલા કોણ છે તે અંગે પણ પોલીસ તપાસ શરૂ છે.

(5:22 pm IST)