Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

હિંમતનગરના ટાઉનહોલ નજીક બીજા માળેથી અજાણ્યા શખ્સે મોતની છલાંગ લગાવતા અરેરાટી મચી જવા પામી

 

હિંમતનગર: શહેરના ટાઉનહોલ સામે આવેલા ઉમિયા કોમ્પલેક્ષના બીજા માળેથી શુક્રવારે બપોરના સુમારે કોઈ અજાણ્યા વ્યકિતએ મોતની છલાંગ લગાવી દેતા તેનું  ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. ઘટનાને પગલે આસ પાસમાંથી લોકો ટોળે વળ્યા બાદ બી.ડીવીજન પોલીસને પણ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

શુક્રવારે ઉમિયા કોમ્પલેક્ષ પાસે બનેલી કરૃણ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર કોઈ અજાણ્યો વ્યકિત બપોરેકના સુમારે ઉમિયા કોમ્પલેક્ષ પર આવી બીજા માળે ગયો હતો. જયા કોઈ અગમ્ય કારણોસર અજાણ્યો વ્યકિત બીજા માળે પડતુ મુકવા જતા અને તે દશ્ય આસપાસના દુકાનદારો  જોઈ જતા તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતોે પરંતુ કોઈ કારણ સર બીજા માળે ચડનાર અજાણ્યા વ્યકિતએ ઉપરથી નીચે પડતુ મુકતા અને બ્લોક ઉપર પટકાતા તેનુ ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. ઘટનાને પગલે આસ પાસના દુકાનદારો સાથે માર્ગ પરથી પસાર થતા લોકો ટોળે વળી ગયા હતા.

જયારે બીજી બાજુ ઘટનાની જાણ હિંમતનગર બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ત્યારબાદ પોલીસે મૃતક અજાણ્યા વ્યકિતની લાશનો કબ્જો લઈ તેને પી.એમ. અર્થે હિંમતનગરની સીવીલ હોસ્પિટલમાં મોકલી આપી છે.

(6:00 pm IST)