Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

વડોદરા:મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા ચાર કેદી જામીન મેળવી ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: ચોરી સહિતના ગુનામાં વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા ચાર કેદી કોરોના ગાઇડલાઇનના નિર્દેશ હેઠળ વચગાળાના જામીન મેળવી ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે ચારેય કેદી વિરુદ્ધ જેલરે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સાવલી પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો પ્રવીણ ઉર્ફે પટારીયો સોલંકી (રહે - સાવલી, વડોદરા) 90 દિવસ, જે.પી.રોડ પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો અનંસ અલીફ ખાન પઠાણ (રહે- શાહપુર, અમદાવાદ) 90 દિવસ, રાજકોટ રેલવે પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો રમેશ ચાવડા ( રહે- જેતપુર, રાજકોટ) 21 દિવસ, રાજગઢ પોલીસ મથકે નોંધાયેલા આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલના ગુનામાં સજા ભોગવતો સુરેશભાઈ નાયક (રહે - ઘોઘંબા, પંચમહાલ) 14 દિવસ માટે નામદાર સુપ્રીમ કોર્ટની હાઈપાવર કમિટીની ગાઈડલાઈન મુજબ વચગાળાના જામીન ઉપર કરવામાં આવ્યા હતા પરંતુ સમયમર્યાદા વિત્યા છતાં પરત હાજર નહીં થતાં જેલરે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(6:05 pm IST)