Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવા નિષ્ફળ :કોરોનાકાળમાં ઓક્સિજનની અછતથી મોત, લાશોના ઢગલા: હાર્દિક પટેલ

શ્મસાનમાંથી આવતી ભયંકર તસવીરોથી સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબી ખરાબ થઈ

અમદાવાદ :  ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  રાજીનામા બાદ ટ્વિટ કર્યું છે. હાર્દિક પટેલે ટ્વિટ કરતા કહ્યું ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું રાજીનામાંથી એ નક્કી થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવા માટે નિષ્ફળ સાબિત થઈ છે. કોરોનાકાળમાં ઓક્સિજનની અછતથી મોત, લાશોના ઢગલા, શ્મસાનમાંથી આવતી ભયંકર તસવીરોથી સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબી ખરાબ થઈ છે.

સતત વધતી મોંઘવારી, વેપારીઓ પર આવેલા સંકટ, યુવાનોમાં વધતી બેરોજગારી, બંધ થતા ઉદ્યોગોથી રાજ્યના લોકો મુશ્કેલીમાં છે. દિલ્હીના રિમોર્ટ કન્ટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર આમ ક્યાં સુધી પોતાની નિષ્ફતા છુપાવતી રહેશે ?

ગુજરાતમાં વર્ષ 2014 બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની પરિસ્થિતિ અમારા આંદોલનના કારણે આવી હતી અને હવે એક વખત ફરી જનતાની ભારે નારાજગી બાદ મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે.પરંતુ સાચુ પરિવર્તન આગામી વર્ષે ચૂંટણી બાદ આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી દૂર કરશે.

(8:42 pm IST)