Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

માંડવીના આમલી ડેમમાં બોટ પલટતાં સાતનાં ડૂબ્યા

ગામના રહેવાસી નાવમાં બેસી ઘાસ કાપવા જતા હતા : પવન ફૂંકાતા નાવ પલટી ખાઈ ગઈ, બે મૃતદેહ મળી આવ્યા છે તેમજ પાંચ લોકોની હજુ શોધખોળ ચાલુ

સુરત , તા.૧૧ : માંડવીમાં આવેલા આમલી ડેમમાં બોટ પલટી જતાં ૭ લોકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા દેવગીરી ગામના રહેવાસી નાવમાં બેસી ઘાસ કાપવા જઈ રહ્યા હતા તે દરમિયાન પવન ફૂંકાતા નાવ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨ મૃતદેહ મળી આવ્યા છે તેમજ ૫ લોકોની હજુ શોધખોળ ચાલુ છે.

બનાવની જાણ થતાં માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ઘરી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર ડૂબેલા પૈકી ૪ મહિલા અને ૩ પુરુષ હોવાનું જાણવાવ મળ્યું છે એવી પણ માહિતી સામે આવી રહી છે કે, નાવમાં કુલ ૧૦ લોકો સવાર હતા. દુર્ઘટના બાદ ૩ લોકો તરીને કિનારે પહોંચતા તેમનો જીન બચ્યો હતો, જ્યારે બાકીનાની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે.

(9:09 pm IST)