Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિએ ભુપેન્દ્રભાઇ દ્વારા વંદના

આજે ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં સ્થાપીત કરનાર અને યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદજીની ૧પ૯ મી જન્મ જયંતિ દેશભરમાં ઉજવાઇ રહી છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે વિધાનસભા સંકુલ ખાતે સ્વામીજીના તૈલી ચિત્રને પુષ્પાંજલી અર્પી વંદના કરી હતી. આ પ્રસંગે વિધાનસભાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:43 pm IST)