Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સ્‍વામી વિવેકાનંદજીની જયંતિએ વિશેષ

નવી પેઢીને સાથે જોડવાનું માધ્‍યમ છે ‘ધર્મજ-ડે'

૧૧ હજારની વસ્‍તીવાળુ ગામ, વ્‍યાપાર, રોજગાર માટે મોટાભાગના લોકો વિદેશમાં વસેલા છે, જો કે ગામમાં અત્‍યાધુનિક સુવિધાઓ
અમદાવાદઃ નવી પેઢીને પોતાની જડો અને  પોતાની માટીની સુગંધ સાથે જોડાઈ રહેવા માટે ગુજરાતનું આણંદ જીલ્લાનું એક ગામ દર વર્ષે પોતાને ત્‍યાં નામનો  દિવસ ઉજવે છે. સન ફ્રાન્‍સિસ્‍કોથી લઈને સુવા સુધી  અને ડરબન સુધી વસનાર ધર્મજ ગામના લોકો દર વર્ષે ૧૨ જાન્‍યુઆરીના સ્‍વામી વિવેકાનંદની જયંતી અને રાષ્‍ટ્રીય યુવા દિવસના પ્રસંગે ધર્મજ દિવસ ઉજવે છે. ૬ ગામ પાટીદાર સમાજ અને ધરોહર ફાઉન્‍ડેશનના સંયુક્‍ત તત્‍વાવધાનમાં આયોજિત થનાર આ સમારોહ માચે કેટલાક યુવા અહીં પહોંચી ચૂકયા છે.
પરંતુ ગત બે વર્ષોથી વૈશ્વિક મહામારીના કારણે તેમાં થોડી મુશ્‍કેલી આવી છે. ગત વખતે આ દિવસ સંપૂર્ણ રીતે વર્ચ્‍યુઅલ ઉજવવામાં આવ્‍યો હતો. અહીંના લોકો વ્‍યાપાર, રોજગાર, આર્થિકોપાર્જન, ઉચ્‍ચ શિક્ષા અને વૈશ્વિક સ્‍તર પર કરિયર માટે અન્‍ય દેશોમાં  વસ્‍યા છે. પાટીદાર બહુલ આ ગામમાં અંડરગ્રાઉન્‍ડ ડ્રેનેજ સિસ્‍ટમ, સારા રસ્‍તાઓ, સ્‍ટ્રીટ લાઈટની પૂરી સુવિધા છે. અહીં ૧૨-૧૫ ખાનગી અને રાષ્‍ટ્રીયકળત બેંકની શાખાઓ પણ છે. ગામમાં ચિકિત્‍સાની સારી સુવિધા છે. ગામની પોતાની કોફી-ટેબલ બુક, વેબસાઈટ છે.
૨૦૦૭થી ઉજવવામાં આવે છે આ દિવસ
ગત સતત ૧૬ વર્ષથી ઉજવવામાં આવી રહેલ આણંદ જીલ્લાની પેટલાદ તહેસીલના ડોલરથી ભરપૂર આ ગામમાં  કોરોનાના કારણે આ વખતે આયોજન હાઈબ્રિડ મોડમાં હશે. કોરોના દિશાનિર્દેશોનું પાલન કરતા માત્ર ૧૫૦ લોકોની પ્રત્‍યક્ષ ભાગીદારી થશે. ૧૧ હજારની આબાદી ધરાવતું આ ગામ આ દિવસે ડેનિમ બ્‍લુ રંગથી ભિંજાશે. નવી પેઢીના ડેનિમ પ્રત્‍યે આકર્ષણને જોતા આ રંગ પસંદ કરવામાં આવ્‍યો છે.
ડીપ રૂટ્‍સ-સ્‍વીટ ફ્રૂટ્‍સની થીમ
આ વખતની થીમનું નામ ડીપ રૂટ્‍સ-સ્‍વીટ ફ્રૂટ્‍સ રાખવામાં આવ્‍યું છે. મતલબ કે, જો જડ ઉંડી હશે  તો ફળ પણ વધુ મીઠા હશે.
વધુ પડતા લોકો વિદેશમાં
આ ગામના વધુ પડતા લોકો વિદેશોમાં રહે છે. તેમાં મુખ્‍યતયા લગભગ ૧૪૦૦ પરિવાર લંડન  સહિત બ્રિટન, ૭૦૦થી વધુ પરિવાર ન્‍યૂજર્સી સહિત અમેરિકા, ૨૦૦ પરિવાર કેનેડા, લગભગ ૧૫૦ પરિવાર ન્‍યૂઝીલેન્‍ડ અને આફ્રિકા તથા  લગભગ ૧૦૦ પરિવાર ઓસ્‍ટ્રેલિયામાં રહે છે.
વરિષ્‍ઠ લોકોના રહ્યા આ વિચાર
નવી પેઢીને  પોતાની માટી સાથે સંકળાયેલ રાખવા માટે અહીંના વરિષ્ઠ લોકોએ આ આયોજનનો વિચાર કર્યો હતો. અહીંની ચોથી પેઢી હવે દુનિયાભરમાં રહે છે. આ આયોજનથી જડો સાથે જોડાઈ રહેવું ઘણી હદ સુધી સફળતા મળી રહી છે. આ સતત ૧૬મું વર્ષ છે જ્‍યારે તેનું આયોજન કરવામાં  આવી રહ્યું છે.

 

(3:45 pm IST)