Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

શેરથા ટોલટેક્સ નજીકથી લઇ જવાતો 28 લાખનો દારૂનો જથ્થો ગાંધીનગર એલસીબીની ટીમે ઝડપી બે શખ્સોની અટકાયત કરી

ગાંધીનગર: રાજયમાં દારૃબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે શેરથા ટોલ ટેકસ પાસેથી રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલા કન્ટેનરને ઝડપી લીધું હતું. જેમાં તપાસ કરતાં વિદેશી દારૃ અને બિયરની ૧૨૬૩૬ બોટલ ટીન મળી આવ્યા હતા. બે શખ્સોને પકડી પોલીસે કુલ ર૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતની બોર્ડર ઉપર પોલીસની ચેકપોસ્ટો હટાવી લેવાયા બાદ રાજયમાં વિદેશી દારૃની હેરાફેરી ખુબજ વધી છે ત્યારે આ સ્થિતિમાં જે તે જિલ્લા પોલીસની કામગીરી વધી ગઈ છે કેમકે રાજયમાં દારૃબંધી હોવાછતાં આ પ્રકારે થતી હેરાફેરી રોકવાની જવાબદારી આવી જાય છે. ત્યારે ગાંધીનગર એલસીબીના પીઆઈ જે.એચ.સિંધવને બાતમી મળી હતી કે જીજે-૦૧-સીટી-૭૪૯૬ નંબરના મહેસાણાથી આવી રહેલા કન્ટેનરમાં વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો ભરેલો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે શેરથા ટોલ ટેકસ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળું કન્ટેનર આવતાં તેને ઉભું રાખ્યું હતું. જેમાં તપાસ કરતાં વિદેશી દારૃ અને બિયરની બોટલો અને ટીન મળી ૧ર૬૩૬ નંગ મળી આવ્યા હતા. ૧૮ લાખ ઉપરાંતનો દારૃ બિયરનો જથ્થો જપ્ત કરાયો હતો ત્યારે ટ્રકના ચાલક રાજસ્થાન ઉદેપુરના ગીરવા ખાતે રહેતાં શ્રવણકુમાર કાંતીલાલ મીણા અને કલીનર મહેન્દ્ર ધુળાજી મીણાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ વિદેશી દારૃનો જથ્થો અમદાવાદ ખાતે મોકલવાનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રક અને દારૃ મળી કુલ ર૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(8:03 pm IST)