Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સુરતના અડાજણમાં મોર્નિંગ વોકમાં નીકળેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તફડાવી ગઠિયો છૂમંતર...

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં સક્રિય થયેલા ચેઇન સ્નેચરોએ ઇવનીંગ વોકમાં નીકળેલી વૃધ્ધાને નિશાન બનાવી રૂ. 58 હજારની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. અડાજણ સ્થિત રાજ વર્લ્ડ શોપીંગ સેન્ટરની બાજુમાં શ્રીપદ ઇથીત કોમ્પ્લેક્ષમાં રહેતી વૃધ્ધા આશાબેન ગિરીશચંદ્ર ગુપ્તા (ઉ.વ. 65) ગત સાંજે વોકીંગમાં નીકળ્યા હતા. પાલ ગૌરવ પથ થઇ કેનાલ તરફ જઇ રહ્યા હતા ત્યારે કાળા કલરની બાઇક પર ઘસી આવેલા બે સ્નેચરોએ આશાબેનના ગળામાંથી સોનાની સવા તોલા વજનની સોનાની ચેઇન કિંમત રૂ. 58 હજારની આંચકીને ભાગી ગયા હતા. જેથી આશાબેને બુમાબુમ કરતા લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતુ. પરંતુ સ્નેચરો ભાગી જવામાં સફળ રહ્યા હતા. સ્નેચરોએ માત્ર સાત દિવસમાં જ ત્રણ જણાને નિશાન બનાવ્યા છે.

(8:03 pm IST)