Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં 16 વર્ષીય સગીરા સાથે ખાનગી બસમાં બળાત્કાર ગુજારનાર ત્રણ નરાધમ ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં 16 વર્ષીય સગીરા સાથે ખાનગી બસમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો બનાવ બનતા પોલીસે ત્રણ ભાઈઓની શોધખોળ હાથ ધરી છે. લોટ ઘરમાં ગયેલી સગીર કન્યાના સંબંધીએ પોલીસને જણાવ્યું છે કે, છેલ્લા ત્રણેક દિવસથી મારી ભત્રીજી સ્લેબ ભરવાના કામ માટે આવતી નહીં હોવાથી હું ગઈકાલે તેને ઘેર ગયો હતો. આ વખતે મારી ભત્રીજી રડી રહી હતી. જેથી મેં તેને હિંમત આપીને રડવાનું કારણ પૂછતા તેણે નરેશ ડામોર તેમજ તેના બે કઝિન ભાઈઓ એ ચાર દિવસ પહેલા કરેલી જબરદસ્તી અંગે જાણ કરી હતી. ત્રણેય ભાઈઓ જબરદસ્તી બસમાં ખેંચી ગયા હતા અને ત્યારબાદ કમલેશ અને સુનીલ બસનો દરવાજો બંધ કરી નીચે ઉતરી ગયા હતા. જ્યારે નરેશે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ નરેશે આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ડ્રાઇવર ની કેબિનમાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો. હરણી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:01 pm IST)