Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

માતરમા વેપારીને બદનામ કરવા ફેક ઇન્સટ્રાગ્રામ આઈડી બનાવી પરેશાન કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

માતર:પંથકમાં વેપારીને બદનામ કરવાના હેતુથી અજાણ્યા મોબાઈલ ધારકે વેપારીના ફોટાનો ઉપયોગ કરી તેના નામનું ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અન્ય લોકોને મેસેજીસ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જે બાદ વેપારીએ આ અંગે સાયબર સેલમાં અરજી આપ્યા બાદ સમગ્ર મામલે અજાણ્યા મોબાઈલ ધારક સામે લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ માતર પંથકમાં રહેતા ૩૪ વર્ષિય વેપારીને સોશ્યલ મીડિયાનો ખુબજ કડવો અનુભવ થયો છે. જેમાં વર્ષ ૨૦૨૦ના જૂન, જુલાઈ માસમાં આ વેપારીને તેના સમાજના ઓળખીતા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમે તમારા ઈન્સ્ટાગ્રામના મેસેન્જર પર કેમ સમાજની મહિલાને ૈં ન્ર્દૃી ર્રૃે નો મેસેજ કર્યો છે. તેમ કહી ઠપકો આપ્યો હતો. જોકે આ વેપારીએ જણાવ્યું હતું કે આવો મેસેજ મે કોઈ કર્યો નથી. પણ આ વેપારીની વાત માનવા કોઇ તૈયાર નહોતું. જે બાદ સમાજની મીટીંગ મળી હતી જ્યાં પણ વેપારીએ જણાવ્યું કે આવો કોઈ મેસેજ કર્યો નથી. જે બાદ ઓનલાઇન ઈન્સ્ટાગ્રામ ચેક કરતાં વેપારીના નામનું આઇડી અને તેનો ફોટો જોવા મળ્યો હતો. કુલ ત્રણ આઇડી બનાવી વેપારીના ફોટાનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિએ તેને બદનામ કરવા કાવતરું રચ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે વેપારીએ નડિયાદ સાયબર સેલમાં આવી અરજી આપી હતી. આ અરજીના આધારે પોલીસે ત્રણેય આઈડીની માહિતી મંગાવી તપાસ કરતાં ત્રણેય ઈન્સ્ટાગ્રામ આઇડી એક મોબાઈલ ધારકે વેપારીને બદનામ કરવાના આશયથી તથા વેપારીના ફોટાનો ઉપયોગ કરી મહિલાઓ સાથે ચેટીંગ, કોમેન્ટ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી આ અંગે વેપારીએ ઉપરોક્ત અજાણ્યા મોબાઈલ ધારક સામે લીંબાસી પોલીસમાં ફરિયાદ આપી હતી.

(7:40 pm IST)