Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

લગ્નેતર સબંધોનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો

છૂટાછેડા બાદ લિવઈનમાં રહેનારીના દુષ્કર્મના આરોપમાં શખ્સ નિર્દોષ

મહિલા ત્રણ લગ્ન બાદ એક શખ્સ સાથે લિવઈનમાં રહેતી હતી અને તેના પર દુષ્કર્મનો આરોપ લગાવતાં કોર્ટે પુરૃષને નિર્દોષ જાહેર કયો

અમદાવાદ, તા.૧૨ : અમદાવાદમાંએક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૩ પતિ ધરાવતી મહિલાછૂટાછેડા લીધા વગર જ અન્ય પુરુષ સાથે લિવ-ઈનમાં રહેવાલાગી હતી. આ દરમિયાન સંબંધ બાંધ્યા બાદ તેમની વચ્ચે બ્રેક અપ થઈ જતાં તેણીએપુરુષ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. જો કે, સમગ્ર મામલો કોર્ટ સમક્ષઆવતા પરિણીત પુરુષને તેના લિવ-ઇન પાર્ટનર સાથે બ્રેકઅપ કર્યા પછી તેના પરલગાવવામાં આવેલા બળાત્કારના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. મહિલાએ ત્રણલગ્ન કર્યા હોવા છતાં તે તેની સાથે એક વર્ષથી વધુ સમય સુધી રહેતી હતી.
પ્રસ્તુતકેસની વિગતો એવી છે કે, આરોપી ૩૦ વર્ષીય મહિલા છે જેણે અગાઉ ત્રણ વખત લગ્નકર્યા હતા અને તેના પતિઓ પાસેથી કોઈથી છૂટાછેડા લીધા ન હતા. તે વર્ષ ૨૦૧૬માં આરોપી વ્યક્તિના સંપર્કમાં આવી હતી અને ૨૦૧૭માં તેની સાથે રહેવાલાગી હતી. સંબંધ તૂટી ગયા પછી તેણીએ આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાંદાખલ કરવામાં આવી, જ્યાં તે બચી ગઈ હતી અને ફેબ્રુઆરી ૨૦૧૮માં તેણીએ તેનાસાથી પર લગ્નનું ખોટું વચન આપીને બળાત્કારનો આરોપ મૂકતા નારોલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ટ્રાયલ દરમિયાન રેકોર્ડ પર આવ્યું છેકે આ સંબંધ પહેલા મહિલાએ બે લગ્ન કર્યા હતા અને તેણીના ત્રીજા લગ્ન ૨૦૧૭માં થયા હતા જ્યારે તે પુરુષ સાથે સંબંધમાં હતી. કોર્ટે નોંધ્યું હતુંકે તેણીએ તેના કોઈપણ લગ્નમાં છૂટાછેડા લીધા નથી. કોર્ટને કહેવામાં આવ્યુંહતું કે તેણી તેના જીવનસાથીની વૈવાહિક સ્થિતિથી વાકેફ હતી અને જ્યારે તેનીપત્ની અને સાસરિયાઓને અફેર વિશે જાણ થઈ ત્યારે સમસ્યાઓ શરૃ થઈ. કોર્ટને એપણ જાણવા મળ્યું કે, તેણીએ ભૂતકાળમાં આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યોહતો.
ટ્રાયલ પછી એડિશનલ સેશન્સ જજ પી કે ટી રામે જણાવ્યું હતું કેમહિલાની જુબાની તેણીએ નોંધાવેલી ફરિયાદથી અલગ છે. પોલીસને આપેલા નિવેદનમાંતેણે આરોપ લગાવ્યો હતો કે લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવામાંઆવ્યો હતો. કોર્ટમાં આપેલી જુબાનીમાં તેણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કેખોટા વચન આપીને સંબંધ બાંધવામાં આવ્યો હતો. પુરુષને નિર્દોષ જાહેરકરતી વખતે કોર્ટે કહ્યું અદાલતનો અભિપ્રાય છે કે પીડિતાની સંમતિથી કપલવચ્ચેના જાતીય સંભોગને 'બળાત્કાર' કહી શકાય નહીં. કોર્ટે ઉમેર્યું કે, પીડિતાની ઉંમર ૩૦ વર્ષની હતી અને તે જ સંમતિ આપી રહી હતી.

 

(8:07 pm IST)