Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં ઉંડાણપૂર્વકનો રસ લેવા બદલ અમદાવાદ મનપા કમિશનર લોચન સેહરાનું સન્માન

સાઉથ કોરિયા ખાતે 18 સ્કાઉટ ગાઈડ બાળકો તથા 4 શિક્ષકો આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રવૃત્તિમાં ભાગ લેશે

અમદાવાદ :રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્કાઉટ ગાઇડની પ્રવૃત્તિ અંતર્ગત અમદાવાદ શહેરના નવનિયુક્ત મ્યુ.કમિશ્નર લોચન સેહરા (I.A.S) ને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન ડૉ. સુજય મહેતા દ્વારા પેટ્રન બેઝ પહેરાવીને જ્યારે વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવક દ્વારા સ્કાર્ફ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

શાસનાધિકારી ડો.એલ.ડી દેસાઈએ પ્રતિજ્ઞા લેવડાવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં ઉંડાણપૂર્વકનો રસ લેવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાનો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદ વતી હૃદય પૂર્વક આભાર માન્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ અંતર્ગત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદ ના ખર્ચે 17 સ્કાઉટ ગાઈડ બાળકો તથા 4 શિક્ષકો 23મી વર્લ્ડ સ્કાઉટ જાંબોરી 2015માં જાપાન ગયા હતા તથા 24મી વર્લ્ડ સ્કાઉટ જામ્બોરી 2019 વેસ્ટ વર્જિનિયા, અમેરિકા ખાતે 4 બાળકો તથા 1 શિક્ષકને મોકલવામાં આવ્યા હતા. આગામી 2023ના વર્ષમાં 25 મી વર્લ્ડ સ્કાઉટ જામ્બોરી, સાઉથ કોરિયા ખાતે 18 સ્કાઉટ ગાઈડ બાળકો તથા 4 શિક્ષકો આંતરરાષ્ટ્રીય કક્ષાની આ પ્રવૃત્તિમાં ભાગ લેશે. જેમાં 150 દેશના બાળકો ભાગ લેનાર છે.

સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ જણાવ્યું છે કે, આપણા સ્કાઉટ ગાઈડ બાળકોને ભારત તથા ગુજરાતની સંસ્કૃતિ અને વિચારોનું આદાન પ્રદાન કરવાનો સોનેરી અવસર મળશે.

(10:23 pm IST)