Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

દેવલીયા ચોકડી પાસે ચાઇનીઝ દોરીની વેચાણ કરતા વેપારીને રૂ.૮૬,૬૦૦ ના ચાઈનીઝ દોરાના મુદ્દામાલ ઝડપી પાડતી જિલ્લા LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં હાલમાં ઉતરાયણ પર્વ નિમીતે જીલ્લામાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ સંગ્રહ કરતા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના મુજબ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદાએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલો વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કરવાની સુચના કરતા એલ.સી.બી.ના અ.હે.કો. કિરણભાઇ રતિલાલ તથા આ.હે.કો. મુનિરભાઇ બળવંતસિંહ તથા આ.હે.કો. રાકેશભાઇ કેદારનાથનાઓને સંયુક્ત બાતમી મળેલ કે તિલકવાડા પો.સ્ટે.વિસ્તારના દેવલીયા ચોકડી પાસે અજમેરી જનરલ સ્ટોરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થાય છે.જે બાતમી આધારે આ સ્ટોર ઉપર જતા દુકાનમાં તપાસ કરતા દુકાનમાંથી ચાઇનીઝ અલગ અલગ કંપનીની દોરીની રીલો કુલ -૨૧૬ કિ.રૂ .૮૬,૬૦૦ની મળી આવતા આ સ્ટોરના માલીક અનવરખાં સઇદખા મલેક (રહે. દેવલીયા ચોકડી તા.તિલકવાડા જી.નર્મદા)નાને ગેરેકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

(10:42 pm IST)