Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ફુલવાડી પાટીયા પાસે ફોર વ્હીલ ગાડીના ચાલકે મોટરસાઈકલને ટક્કર મારતા 2 ભાઈઓને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ફૂલવાડી ગામના પાટિયા પાસે પુરપાટ આવતી ગાડીએ બાઇકને ટક્કર મારતા બે ભાઈઓને ઇજાઓ કરી ગાડી લઇ નાશી છૂટતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે

મળતી માહિતી અનુસાર તારીખ 10 જાન્યુઆરી એ સાંજે 7.30 કલાકે બનેલી ઘટના બાબતે મુકેશભાઈ મંગુભાઈ તડવી( ઉ.વ-૨૪) ધંધો- મજુરી( રહે,ફુલવાડી)એ આપેલી ફરીયાદ મુજબ તે તથા તેમના ભાઈ ખેતરેથી પોતના ઘરે ફુલવાડી ગામે આવતી વખતે ફુલવાડી ગામના પાટીયા પાસે પહોચતા એક ફોર વ્હીલ ગાડી નં. GJ-06-PF-5074ના ચાલકે પોતાના કબ્જામાંનુ વાહન પુરઝડપે હંકારી લાવી તેમની મો.સા.ને ટક્કર મારી એક્સીડન્ટ કરી તેમને ડાબા પગમાં ફ્રેકચર કરી તેમજ  ઓછી- વત્તી ઈજા પહોચાડી તથા તેમના ભાઈ મેહુલભાઇ મંગુભાઇ તડવીને ડાબા હાથે ફ્રેકચર કરી તેમજ ઈજાઓ પહોચાડી પોતાની કબ્જાની ગાડી લઈ ભાગી જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:51 pm IST)