Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

નર્મદા જિલ્લા સહિત રાજ્યના 8 જિલ્લામાં નોટરીની 1,660 જગ્યાઓ માટે 16 મે થી ઈન્ટરવ્યું પ્રર્કિયા થશે શરૂ થશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા જિલ્લા સહિત રાજ્યના 8 જિલ્લામાં હવે નોટરી - વકીલની ઘટ દૂર થશે જેના માટે હવે કુલ1660 જગ્યાઓ માટે 16 મીથી ઈન્ટરવ્યું પ્રર્કિયા થશે શરૂ થશે જેમાં પ્રથમ તબક્કામાં 8 જિલ્લા પૈકી બોટાદ , પોરબંદર , મોરબી , દ્વારકા , નર્મદા , ડાંગ , તાપી અને છોટા ઉદેપુરમાં  નિમણૂક પ્રક્રિયા શરૂ થશે તેમ જાણવા મળ્યું છે
 રાજ્યમાં 1660 જગ્યાઓ ભરવા સરકાર સજ્જ બની છે , નોટરીની કુલ 1660 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે . જેમાં પ્રથમ તબક્કામાં બોટાદ , પોરબંદર , મોરબી , દેવભૂમિદ્વારકા , નર્મદા , ડાંગ , તાપી અને છોટાઉદેપુર એમ આઠ જિલ્લાના ધારાશાસ્ત્રીઓ - ઉમેદવારો માટે આગામી તા . 16 મેથી ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ કરાશે , તેમ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું . 

  મંત્રી ત્રિવેદીએ કહ્યું હતું કે , ઇન્ટરવ્યુની સમગ્ર પ્રક્રિયા ઝડપી , સરળ અને ન્યાયિક થાય તે માટે કુલ ત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે,નોટરીની કુલ -1660 જગ્યાઓ માટે ધારાશાસ્ત્રીઓ પાસેથી અરજી ઓ મંગાવવામાં આવી હતી . રાજ્યભરમાંથી આવેલી અરજીઓની સ્ક્રુટીની કર્યા બાદ 10,427 જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવ્યા છે . આ ઇન્ટરવ્યુની કામગીરી થશે,આ સમગ્ર પ્રક્રિયા ખૂબજ ઝડપી પૂર્ણ કરીને રાજ્યભરમાં 1660 જગ્યાઓ ઉપર નોટરીઓની નિમણૂક આપવામાં આવશે .

(10:21 pm IST)