Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજપીપળા ખાતે આજે માછી સમાજનો 31 માં સમૂહ લગ્નોત્સવ રંગેચંગે યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે આવતીકાલે માછી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશે જેની હાલમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે
પાછળના 30 વર્ષમાં 800થી વધુ સમાજના યુગલોને સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડ્યા બાદ હાલમાં આ 31 માં સમૂહ લગ્ન માટે ખાસ તૈયારીઓ કરાઈ છે જોકે કોરોના ની ત્રીજી લહેરની શક્યતાઓ ને ના કારણે સમાજના લોકો આ વર્ષે સમૂહ લગ્ન બાબતે મૂંઝાયા હતા માટે વધુ જોડા આ સમૂહ લગ્નોત્સવમાં બેસવાના નથી ફક્ત ચાર નવયુગલો સમૂહ લગ્નમાં બેસસે છતાં વર્ષથી ચાલતો આ સિલસિલો માછી સમાજ દ્વારા જાળવી રખાયો હોય જેના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

(10:22 pm IST)