Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધર્માંતરણ કરનારને એસટી કેટેગરીમાંથી કાઢી મુકવા જોઈએ:કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુડુનું ચિંતન શિબિરમાં મોટું નિવેદન

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં ભાજપની એસ ટી મોરચાની બે દિવસીય ચિંતન બેઠકનું સમાપન

અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈ ભાજપ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપની એસટી મોરચાની બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરનું કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુડુની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું. આ ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ ચિંતન શિબિરમાં ધર્માંતરણને લઈને પણ ચર્ચામાં કરવામાં અને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે લોકો ધર્માંતરણ કરે છે, તેમને એસટી કેટેગરીમાંથી કાઢી મુકવા જોઇએ.

   સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં ભાજપની એસ ટી મોરચાની બે દિવસીય ચિંતન બેઠકનું કેન્દ્રીય પ્રધાન મંત્રી બિશ્વેશ્વર ટુડુની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું. સરકારે જનજાતિ સમાજ માટે કરેલા કાર્યો લોકો સુધી પહોંચે તે માટે નેતાઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આદિવાસી સમાજમાં થઇ રહેલા ધર્માંતરણ બાબતે પ્રધા બિશ્વેશ્વર ટુડુએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં પાણી અને હોસ્પિટલ જેવી સમસ્યાઓ હોવાથી લોકોને લોભ અને લાલચ આપી તેમનું ધર્માંતરણ કરાવાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો ધર્માંતરણ કરે છે તેમને એસ ટી કેટેગરીમાંથી કાઢી મુકવા જોઇએ.

   
(11:05 pm IST)