Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગળતેશ્વરના સેવાલિયામાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો :દાહોદના એક શખ્શ પાસેથી ગાંજો ખરીદ્યાની કબૂલાત

ગાંજાના જથ્થા સાથે શખ્સ પકડાયો :દાહોદના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવતા પોલીસે બે શખ્શો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

 

ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની લોકોમાંથી રાહ ઉઠી રહી છે. તેવામાં ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાંથી પોલીસે 54 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પડયો હતો. યુવાનોને બરબાદીના ખપ્પરમાં હોમતા ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. આ ગાંજાનો જથ્થો આરોપીએ દાહોદના એક ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું છે. જે ને પગલે પોલીસે આ ગુનામાં બે ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગાંજાન વકરતા દૂષણને ડામવા પોલીસ પણ સતર્ક બની છે.

ખેડા લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટાફ ગતરાત્રે ગળતેશ્વર પંથકમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન  ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે ઈન્દીરા નગરીમાં રહેતા રમણ ભુદરભાઈ પ્રજાપતિ પોતાના ઘરે નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે તેવી પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને લઈને પોલીસે તત્કાલીક દરોડો પડયો હતો. આ દારોડા દરમિયાન પોલીસે આરોપીના મકાનની તલાશી લીધી હતી.

જે સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે રમણ પ્રજાપતિને સાથે રાખી ઘરમાંથી ભેજયુક્ત 5.400 ગ્રામનો ગાંજો કબ્જે કર્યો છે. જેની કિંમત રૂપિયા 54 હજાર થાય છે.પોલીસે રમણના ઘરેથી વજન કાંટો તથા એક ફોન મળી કુલ રૂપિયા 56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગાંજા પ્રકરણના મૂળીયા સુધી પહોંચવા પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં  ગાંજાનો જથ્થો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વેડજ ગામે રહેતા લક્ષ્મણસિંહ જનતસિહ ચૌહાણ નામના ઈસમ પાસેથી ખરીદ્યો હોવાની આરોપીએ કબૂલાત આપી હતી. આમ પોલીસે આ પ્રકરણમાં બે ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(12:26 am IST)