Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

લાઈફ ઇન્સ્યોરન્સની પોલીસીનું રિફંડ મેળવવા બહાને લાખોની ઠગાઇ આચરનાર બે આરોપીઓની ધરપકડ

રિફંડ મેળવા માટે જુદા જુદા ચાર્જ પેટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવી છેતરપીંડી આચરતા : આરોપીઓ જુદી જુદી 8 બેંકોમાં રિફંડના પ્રોસીઝર પેટે રૂપિયા ભરાવી ઠગાઇ કરી

અમદાવાદ :લાઈફ ઇન્સ્યોરન્સની પોલીસીનું રિફંડ મેળવવા બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરનાર બે આરોપીની શુભમ અધિકારી અને સતેન્દ્રકુમાર જાટવની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ લાઈફ ઇન્સ્યોરન્સ રિફંડ મેળવા માટે જુદા જુદા ચાર્જ પેટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવી છેતરપીંડી આચરતા હતા. આ પ્રકારે આરોપીઓ નિવૃત શિક્ષક પશા પટેલ પાસેથી રૂપિયા 35 લાખ રૂપિયા પડાવ્યા છે.

આરોપીઓ જુદી જુદી 8 બેંકોમાં રિફંડના પ્રોસીઝર પેટે રૂપિયા ભરાવી ઠગાઇ આચરી હતી. પકડાયેલ આરોપીની પુછપરછમાં સામે આવ્યું કે વીમા કંપનીમાં પોલિસી હોલ્ડર ફરિયાદ કરતા અથવા રિફંડને લઈને તકરાર કરનારા લોકોની માહિતી ઠગ ટોળકી મેળવતી હતી. જેમાં પોલિસીની રકમ ,નંબર અને પાકતી તારીખ અને નામ સરનામું ગ્રાહકનું મેળવતા હતા

જે બાદ ગ્રાહકને વીમા કંપનીના કર્મચારી કે અધિકારી બનીને આરોપીઓ ફોન કરી પોલિસીનું સેટલમેન્ટ કરી ખાતરી આપીને તેઓ પાસેથી જુદા જુદા ચાર્જીસ મેળવીને ઠગાઇ આચરતા હતા. આ ટોળકી દિલ્હી, ગાજીયાબાદ અને ઉત્તરપ્રદેશમાં સર્કિય હોવાનું તપાસમાં ખુલ્યું છે

(1:00 am IST)