Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સમાજ માટે લડતા યુવાનો પર રાજદ્રોહના કેસ ના થવા જોઈએ :સુપ્રિમકોર્ટનો કોર્ટનો નિર્ણય આવકાર્ય : હાર્દિક પટેલ

સુપ્રીમકોર્ટે રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર વચગાળાનો પ્રતિબંધ મુકતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા

અમદાવાદ :  સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતાં રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમના સ્ટે પછી હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સમાજ માટે લડતા યુવાનો પર આવા કેસ ન થવા જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારીએ છીએ..નક્સલી પ્રવૃત્તિ કરતા કે દેશ વિરોધી કામ કરતા લોકો સામે પણ કડક પગલાં લેવાવા જોઇએ.

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપતાં રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે પુનર્વિચાર ન થાય ત્યાં સુધી રાજદ્રોહ કાયદા એટલે કે 124A અંતર્ગત કોઈ નવો કેસ ન નોધવામાં આવે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે પેન્ડિંગ કેસ પર યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે. જે લોકો રાજદ્રોહના આરોપમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે અને આ આરોપમાં જેલમાં છે, તેઓ યોગ્ય અદાલતોમાં જામીન માટે અરજી કરી શકે છે. હવે આ મામલે જુલાઈના ત્રીજા સપ્તાહમાં સુનાવણી થશે.

(11:02 pm IST)