Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગાંધીનગરમાં મેયરની સોસાયટીમાં UGVCLની કડક કાર્યવાહી :430 જેટલા ઘરના લાઈટ કનેક્શન કાપ્યા

ગાંધીનગરના મેયરના ઘરનું લાઇટ કનેકશન કાપી નાખવાનો હાઇકોર્ટે UGVCLને આદેશ કર્યો :મેયર હિતેશ મકવાણા જે સોસાયટીમાં રહે છે તે સોસાયટી પાસે ફાયર એનઓસી નથી.

ગાંધીનગરના મેયરની સોસાયટીમાં UGVCLએ વીજકાપની કાર્યવાહી કરી હતી. ગાંધીનગરના મેયરના ઘરનું લાઇટ કનેકશન કાપી નાખવાનો હાઇકોર્ટે  UGVCLને આદેશ કર્યો હતો. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા જે સોસાયટીમાં રહે છે તે સોસાયટી પાસે ફાયર એનઓસી નથી. જેથી વીજ કનેકશન કાપવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે. કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહીના ભાગરૂપે જે સોસાયટીમાં મેયરનું ઘર છે તે જ શ્યામ શુકન સોસાયટીના 430 મકાનોનું લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. એટલે કે મેયરના ઘરમાં પણ વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે જ્યારે મેયરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ સોસાયટીમાં તેમનું પોતાનું મકાન છે, જ્યાં તેઓ પરિવાર સાથે રહે છે. તેમણે કહ્યું કે, બે દિવસ તેમનો પરિવાર પણ લાઈટ વિના ચલાવી લેશે પરંતુ ફાયર NOCના અભાવે કોઈ દુર્ઘટના થાય અને કોઈનો જીવ જાય તે ચલાવી શકાય નહીં.

 

 

(8:37 pm IST)