Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

દિલીપ સંઘાણીમાં સ્નેહ ઠસોઠસ, ટકે વરસોવરસ : હેપ્પી બર્થ ડે

રાજકોટઃ કોઇ પથ્થર ફેંકે તો પથ્થરોને ભેગા કરીને ગોઠવીને એનો પગથીયા તરીકે ઉપયોગ કરવાની આવડત ધરાવતા ભાજપના નેતા અને દુનિયાની ખાતર બનાવતી સૌથી મોટી કંપની ઇન્ડીયન ફાર્મસ ફર્ટીલાઇઝર કો.લિ.(ઇફકો)ના  ચેરમેન શ્રી દિલીપ એન.સંઘાણી આજે જન્મદિનની શુભકામનાના વરસાદમાં ભીંજાઇ રહયા છે. તેમનો જન્મ તા.૧૨ મે ૧૯પ૪ના દિવસે થયેલ. આજે ૬૯ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.
શ્રી દિલીપ સંઘાણી જનસંઘ વખતથી ભાજપના કસાયેલા આગેવાન છે. જાહેર જીવનમાં તેમણે તડકા છાંયા જોયા છે. ૪ ટર્મ અમરેલી વિસ્તારમાંથી સંસદસભ્ય તરીકે અને ૩ ટર્મ ધારાસભ્ય તરીકે ચુંટાયેલા રાજયમાં માર્ગ-મકાન જલ, કૃષી, સહકાર, કાયદો અને ન્યાય તંત્ર, મત્સ્યોદ્યોગ, પશુપાલન વગેરે વિભાગોના પ્રધાન તરીકે કામગીરી કરી ચુકયા છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન હોવા ઉપરાંત અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. કારકીર્દીના પ્રારંભિક તબક્કે તેઓ અમરેલી નગરપાલિકાના પ્રમુખ હતા. પંખી જે ડાળ પર બેઠુ હોય તે ડાળ પવનથી હલે તો પણ તેને ડર લાગતો નથી કારણ કે પંખીને ડાળ કરતા પોતાની પાંખો પર વધુ ભરોસો હોય છે. શ્રી સંઘાણીએ જાહેર જીવનમાં આ બાબત સિધ્ધ કરી છે.વાણીમાં મીઠાસ એવી ઠસોઠસો, ટકે વરસોવરસ... વધે દિલીપ સંઘાણીની નામના એવી શુભકામના... મો. 94ß66 ßß9ß9.-અમરેલી

 

(11:33 am IST)